તલાક માંગવા પર મહિલાને એચઆઇવી ઇન્જેક્શન આપ્યું
મહારાષ્ટ્રના પુણે સ્થિત થેરગાંવ વિસ્તારમાં એક ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં દહેજની લાલચમાં સાસરી પક્ષે વિવાહિતા સાથે મારપીટ કરી
મહારાષ્ટ્રના પુણે સ્થિત થેરગાંવ વિસ્તારમાં એક ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં દહેજની લાલચમાં સાસરી પક્ષે વિવાહિતા સાથે મારપીટ કરી. એટલું જ નહીં પરંતુ જયારે વિવાહિત મહિલાએ તલાક માંગ્યો ત્યારે તેને એચઆઇવી ઇન્જેક્શન આપી દીધું. આરોપીઓ ઘ્વારા એચઆઇવી વાયરસ વાળું ઇન્જેક્શન મહિલાને આપી દેવામાં આવ્યું. મળતી જાણકારી અનુસાર પીડિતા અનિતા વિશ્વકર્માએ આ મામલે પોતાની સાસરીપક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંબંધિત ધારાઓમાં કેસ નોંધોને તપાસ શરુ કરી દીધી છે.

આપને જણાવી દઈએ કે પીડિતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા ઉમેશ વિશ્વકર્મા સાથે થયા હતા. લગ્ન પછી જ સાસરી પક્ષના લોકો પીડિતા પર દહેજ માટે દબાણ કરી રહ્યા હતા. પીડીતાએ ઘણીવાર તેમની માંગો પુરી પણ કરી પરંતુ જયારે દબાણ ખુબ જ વધી ગયું ત્યારે તેને દહેજ આપવાથી ઇન્કાર કરી દીધો. ત્યારપછી સાસરી પક્ષવાળા એટલા ગુસ્સે થયા કે તેમને પીડિતાને માનસિક અને શારીરિક રૂપે પ્રતાડિત કરવાનું ચાલુ કરી દીધું.

જયારે પીડીતાએ બધાથી કંટાળીને તલાકની માંગણી કરી ત્યારે સાસરી પક્ષે તેને વધારે પરેશાન કરવાનું ચાલુ કરી દીધું. શારીરિક અને માનસિક રૂપે પ્રતાડિત કરવાને કારણે પીડિતા બીમાર રહેવા લાગી. બીમારીનો ફાયદો ઉઠાવીને આરોપી સાસરીપક્ષે પીડિતાને એચઆઇવી ઇન્જેક્શન આપી દીધું. પોલીસે આરોપી પતિ ઉમેશ વિશ્વકર્મા, સસુર રામાયણ વિશ્વકર્મા અને સાસુ પાર્વતી રામાયણ વિશ્વકર્મા સામે કેસ નોંધી લીધો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગર્ભવતી પત્નીના હાથ અને પગ બાંધીને ફેકટરીમાં પુરી રાખી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
