જમ્મુ કાશ્મીર ચૂંટણી પરિણામ પહેલા ઓમર અબ્દુલ્લાનો મોટો દાવો
Jammu and Kashmir election results: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. જેમાં સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે, જમ્મુ કાશ્મીરમાં કોની સરકાર બનશે.
આવામાં ઓમર અબ્દુલ્લા ચૂંટણી જીતવા અંગે ઘણા મોટા દાવાઓ કરી રહ્યા છે. તેમને પૂરો વિશ્વાસ છે કે, તેઓની જીત થશે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરના રોજ 6 જિલ્લાની 26 બેઠકો માટે મતદાન થયું હતું. તેમાંથી ગાંદરબલ અને બડગામ બેઠકો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જેનું કારણ છે કે, નેશનલ કોન્ફરન્સ (NC) ના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુંખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ બંને સીટો પર ચૂંટણી લડી રહ્યા છે.
આજે 8 ઓક્ટોબરના રોજ આ બેઠકોના પરિણામ જાહેર થવાના છે, જે ઓમર અબ્દુલ્લાના ભાવિનો નિર્ણય કરશે.
ઓમર અબ્દુલ્લાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (અગાઉનું ટ્વિટર) પર તમામ સાથીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અમે સારી લડાઈ લડી છે, અને પરિણામ તે પ્રતિબિંબિત કરશે, ઇન્શાઅલ્લાહ.

આ વખતે ઓમર અબ્દુલ્લા ગાંદરબલ અને બડગામ બંને સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને અબ્દુલ્લા પરિવારનો પરંપરાગત ગઢ ગણાતા ગાંદરબલમાં આ બંને બેઠકો પર તેમની સખત લડાઈ છે.
ગાંદરબલ સીટ ઓમર અબ્દુલ્લા માટે ખાસ છે, કારણ કે તેમના પરિવારની ત્રણ પેઢીઓ ગાંદરબલ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
ગાંદરબલ સીટ પર ઓમર અબ્દુલ્લાના મુખ્ય હરીફ સર્જન બરકાતી છે, જેઓ પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીના નેતા છે અને હાલમાં જેલમાં છે. બરકતીને આઝાદી ચાચા તરીકે ઓળખવામાં આવે છે અને તે જમાત-એ-ઇસ્લામીના સમર્થકોમાં ખાસ કરીને લોકપ્રિય છે.
પીડીપી અને જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટના ઉમેદવારો પણ અહીં મેદાનમાં છે, જે હરીફાઈને વધુ રસપ્રદ બનાવે છે. બડગામ સીટ પર ઓમર અબ્દુલ્લા પીડીપીના શિયા નેતા આગા સૈયદ મુન્તઝીર મેહદીનો સામનો કરી રહ્યા છે.
ઓમર અબ્દુલ્લા માટે પણ આ સીટ ઘણી મહત્વની છે. ખાસ કરીને જ્યારે તેમને છેલ્લી બારામુલા સંસદીય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને બેઠકો જીતવી તેમના માટે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બડગામ સીટ પર ઓમર અબ્દુલ્લા પીડીપીના શિયા નેતા આગા સૈયદ મુન્તઝીર મેહદીનો સામનો કરી રહ્યા છે. ઓમર અબ્દુલ્લા માટે પણ આ સીટ ઘણી મહત્વની છે.
ખાસ કરીને જ્યારે તેમને છેલ્લી બારામુલા સંસદીય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને બેઠકો જીતવી તેમના માટે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
JKNC vice president and party's candidate from Ganderbal & Budgam, Omar Abdullah tweets, "...wishing all my colleagues and allies the very best of luck for today. We fought the good fight & now, InshaAllah, the results will reflect that."#JammuKashmirAssemblyElection pic.twitter.com/Xqi6YEpif9
— ANI (@ANI) October 8, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
