ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જે&કેઃ પાકિસ્તાની એજન્ટને માહિતી આપવા બદલ ડીએસપી સસ્પેન્ડ
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનને ગુપ્ત જાણકારી આપી હતી. કાશ્મીર ઘાટીમાં સંઘર્ષ દરમિયાન રાજ્યના ડીએસપીએ પાકિસ્તાની એજન્ટોને માહિતી ઉપલબ્ધ કરાવી હતી. ડીજીપી કે. રાજેન્દ્રકુમાર છેલ્લા કેટલાક સમયથી ડીએસપી તનવીર પર નજર રાખી રહ્યા હતા. જે બાદ ડીએસપી પાક. એજન્ટના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું.

હવે OLX પર ખેડૂતો વેચી રહ્યા છે ગાય-ભેંસ
ભારતના ગામડાઓમાં પણ ઑનલાઇન ખરીદ-વેચાણનું ચલણ વધી રહ્યું છે. હરિયાણાના ખેડૂતો પોતાની ગાયો અને ભેંસોને વેચવા માટે OLX નો ઉપયોગ કરીને વધારે નફો મેળવી રહ્યા છે. સોનીપતના રાકેશ ખત્રીએ છેલ્લા 5 વર્ષમાં 13 ગાય-ભેંસ વેચીને 30 ટકાથી વધારે નફો મેળવ્યો છે.

શિરડીમાં પૈસા આપીને કોઈને પણ મળશે VIP દર્શન પાસ
સાંઈબાબા ના દર્શન કરવા જઈ રહેલા ભક્તોને હવે VIP પાસ માટે ઓળખાણની જરૂર નહીં રહે. સાંઈબાબા ટ્ર્સ્ટે નિર્ણય કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ મંદિરના પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાં નક્કી કરેલી ફી જમા કરવી VIP પાસ મેળવી શકશે. ભક્તો માટે ટ્રસ્ટ તરફથી ચા-કોફીની વ્યવસ્થા ફ્રીમાં કરાશે.

હવે કોંગ્રેસનો પંજો પકડી શકે છે નવજોતસિંહ સિદ્ધૂ
ભાજપમાંથી રાજીનામુ આવીને આવાજ-એ-પંજાબ નામનો નવો મોર્ચો બનાવનારા નવજોતસિંહ સિદ્ધૂ કોંગ્રેસ સાથે હાથ મેળવી શકે છે. સિદ્ધૂ આવાજ-એ-પંજાબનો આ અઠવાડિયે કોંગ્રેસમાં વિલય કરશે. આ મુદ્દે સિદ્ધૂની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બે વાર વાતચીત થઈ ચૂકી છે.

રાજસ્થાનમાં સરહદ પરની 150 ચોકીઓ પર પાણીનો અભાવ
બાડમેર-જેસલમેર સાથે જોડાયેલી ભારત-પાકિસ્તાનની 7.3 કિલોમીટર લાંબી બોર્ડર પર તહેનાત બીએસએફ જવાનોને પીવાનું પાણી પણ નસીબ થઈ રહ્યું નથી. આ બોર્ડર પર 184 ચોકીઓ છે તેમાંથી 150 ચોકીઓ પર પીવાના પાણીની કોઈ સગવડ નથી. બીએસએફના જવાનોએ 50 કિલોમીટર દૂરથી ટેન્કર દ્વારા પાણી લાવવું પડે છે.

મધ્ય પ્રદેશમાં વિઝા પર રહેતા 227 પાકિસ્તાની ગાયબ
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ વિઝા પૂરા થઈ જવા છતાં ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવા રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. મધ્યપ્રદેશમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વિઝાના આધારે રહેતા 227 જેટલા પાકિસ્તાની ગાયબ થઈ ગયા છે. તેમની ભાળ મળી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
