ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભારત પાકિસ્તાન સાથેની 2300 કિમીની સરહદ સીલ કરશે
ભારત સરકાર એક મહત્વના પગલાંરૂપે પાકિસ્તાન સાથેની ૨,૩૦૦ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ સીલ કરી દેવાનું આયોજન કરી રહી છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાતમી ઓક્ટોબરે રાજસ્થાનના જૈસલમેરમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ગૃહમંત્રીઓ સાથે બંધબારણે બેઠક કરશે. આ મીટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેશે.

સર્જિકલ સ્ટ્રાઈક્સના પુરાવા મોદી સરકાર રજૂ કરે: કોંગ્રેસ
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે જણાવ્યું કે ભારતીય સેનાએ આક્રમણ કર્યું નથી એવા પાકિસ્તાનના દાવાને સરકારે જોરદાર રીતે ખોટો પાડવાની જરૂર છે. પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરના ત્રાસવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ હાથ ધરેલા સર્જિકલ હુમલાઓ મુદ્દે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારને સંપૂર્ણપણે સમર્થન આપે છે.

100 આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે
ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ચરમસિમાએ પહોંચી છે. ત્યારે ભારતમાં ઘૂસણખોરી કરવા માટે 100થી વધુ આતંકીઓ સરહદની પેલે પાર એકઠા થયા હોવાના અહેવાલ મળ્યા છે. આ અંગે ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું.

સરહદ પર ડ્રોન વિમાન જોવા મળ્યાંઃ બીએસએફ
ઉરી હુમલા બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ વધી રહ્યો છે. સરહદ નજીક માનવ રહિત વિમાન જોવા મળ્યાં હોવાનો જવાનોએ દાવો કર્યો છે. બીએસએફને શંકા છે કે જાસૂસી વિમાન પાકિસ્તાન તરફથી આવ્યા હોઇ શકે છે. જેને પગલે સંરક્ષણ અને સુરક્ષા દળોની તમામ સંસ્થાઓને હાઇ એલર્ટ કરી દેવાઇ.

અજીત ડોભાલની સુરક્ષા વધારી દેવાઇ
ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક આજે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પીઓકેમાં ઘુસીને ભારતીય આર્મીએ આતંકી કેમ્પને ઉડાવ્યા હતા. જે બાદ અજીત ડોભાલના સરકારી આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇકમાં અજીત ડોભાલનો મોટો હાથ હતો.

મોં બંધ રાખીને પણ લોકો દેશ સેવા કરી શકેઃ સામના
શિવસેનાએ કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અને કેજરીવાલને દેશદ્રોહી ગણાવ્યા હતા. આ બંને નેતાઓએ આર્મીના સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં કહ્યું કે અમુક લોકો મોં બંધ રાખે તો એ પણ દેશ સેવા જ છે.

ISRO 2018માં બદલશે ઇન્ટરનેટની દુનિયા
ISRO એવી ટેક્નોલોજી પર કામ કરે છે, જેનાથી યુઝરને 70-80 Gbit/s (હા, ગીગાબાઈટ્સ પર સેકન્ડ)ની સ્પીડ મળશે. ઈસરોની પાંખ SAC (સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર) નવા હાઈ થ્રૂ-પૂટ સેટેલાઈટ્સ (HTS)ની નવી રેન્જ લોન્ચ કરવા માગે છે. ટીવી સાથે એક ડોન્ગલ જેવું ઈન્સટ્રુમેન્ટ જોડવાથી તમામ ચેનલ્સ જોઇ શકાશે.

કર્ણાટકને 2000 ક્યૂસેક પાણી છોડવા સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે 7થી 18 ઑક્ટોબર સુધી કર્ણાટકને 2000 ક્યૂસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. જો કે હજુ કોર્ટે કર્ણાટક પાસેથી જવાબ માંગ્યો છે. અગાઉ 6000 ક્યૂસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. જો કે ત્યારે કર્ણાટકે સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કર્યો હતો.

સંજય નિરુપમે સર્જિકલ સ્ટ્રાઇકને ગણાવ્યું નકલી
ભારતીય જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરી પીઓકેમાં આવેલા આતંકી કેમ્પ ઉડાવ્યા હતા. કોંગ્રેસી નેતા સંજય નિરુપમે આ સર્જિકલ હુમલાને બનાવટી ગણાવ્યો હતો. કહ્યું કે બનાવટી હુમલા દ્વારા ભાજપ રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
