ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

કેજરીવાલના વીડિયો મેસેજથી પાકિસ્તાનને મળ્યું નવું હથિયાર
પાકિસ્તાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોસ્ટ કરેલા વિડિયોનો ઉપયોગ કરીને ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બે મિનિટ 52 સેકન્ડના આ વિડિયોમાં કેજરીવાલ ઉરી હુમલા વિશે વાત કરી રહ્યા છે. આ સિવાય ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક વિશે પણ વાત કરી છે.

6 મહિના આપો પછી જુઓઃ આર્મી
પીઓકેમાં આતંકી માળખાને ધ્વસ્ત કરવા માટે ભારતીય આર્મીએ 6 માસનો સમય માંગ્યો. ટોચના લશ્કરી અધિકારીઓએ સરકારને કહ્યું છે કે માત્ર મર્યાદિત સર્જિકલ સ્ટ્રાઈકથી કંઈ નહીં વળે. આ માટે મધ્યમ ગાળાનો સુનિયોજિત પ્લાન જરૂરી છે.

ભારતમાં પ્રવેશેલા પાકિસ્તાની કિશોરને પરત મોકલવામાં આવ્યો
ગતરોજ એક પાકિસ્તાની કિશોર ભૂલથી પાણી પીવા માટે ભારતની સરહદમાં આવી ગયો હતો. બીએસએફના જવાનોએ આ બાળકને પાકિસ્તાની રેન્જરને પરત સોંપી દીધો છે. ભેંસો ચરાવતો મહંમદ તન્વિર નામનો એક પાકિસ્તાની કિશોર પાણી પીવા માટે ભારતના ટ્વૂબવેલ પાસે આવી ગયો હતો.

પાકિસ્તાનનો પૂંછમાં છ ચોકી-ગામો પર તોપમારો, 5 નાગરિક ઘાયલ
ભારતે કરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પાંચ દિવસમાં દસ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. મંગળવારે સવારે પૂંછ સેક્ટરના નૌશેરા પાકિસ્તાને સરહદ પારથી તોપગોળા છોડ્યા હતા. 120 એમએમ અને 80 એમએમના મોર્ટાર બોમ્બ ફોડ્યા હતા. હુમલામાં બે મહિલાઓ સહિત કુલ પાંચ સામાન્ય નાગરિકો ઘવાયા છે.

ઉત્તર પ્રદેશમાં શહીદ નીતિન યાદવની અંતિમયાત્રામાં અપાઇ ગન સેલ્યુટ
બારામૂલ્લામાં રવિવારે મોડી રાત્રે સૈન્યના કેમ્પ પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં બીએસએફના 24 વર્ષના જવાન નીતિન શહીદ થયા છે. તેમનો મૃતદેહ તેમના વતન ઈટાવામાં લાવી અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. 21 તોપોની સલામી આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અનિલ અંબાણીનો આ બિઝનેસ ખરીદવા માંગે છે Zee Network
સુભાષ ચંદ્રાની ઝી નેટવર્ક એન્ટરપ્રાઈસએ અનિલ અંબાણીની રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્કને ખરીદવા માટે ફરીથી વાતચીત શરુ કરી દીધી છે. ઝી અનિલ અંબાણીની કંપની પાસેથી રેડિયો અને ટેલીવિઝન બિઝનેસ ખરીદવા માંગે છે. શક્યતા છેકે ઝી ગ્રુપની ઝી ન્યુઝ અથવા બીજી અનલિસ્ટેડ કંપની RBNLમાં રોકાણ કરી શકે છે.

ઇંટનો જવાબ પથ્થરથી આપીશું
સાધ્વી પ્રાચીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું કે પાકિસ્તાન આતંકીઓનું મૂળ છે અને તેને જડમૂળથી ઉખેડી ફેંકીશું. આર્મીના વખાણ કરતા કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકે દેશનું માન વધાર્યું છે. મોદીએ પાકિસ્તાનના મો પર તમાચો ચોડી દીધો છે.

કેજરીવાલને ભાજપનો સવાલ, સેના પર વિશ્વાસ નથી?
અરવિંદ કેજરીવાલે વીડિયો મેસેજ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા. આ વીડિયો પાકિસ્તાની મીડિયામાં ઉછળ્યો હતો. જે બાદ ભાજપે કેજરીવાલને આડે હાથ લેતા કહ્યું કે આવી માંગ કરી કેજરીવાલે સેનાનું અપમાન કર્યું છે. શું તેમને ભારતીય સેનાના પરાક્રમ પર વિશ્વાસ નથી?

માલ્યાને પરત નથી આવવુંઃ ઇડી
મંગળવારે વિદેશમંત્રાલયે વિજય માલ્યા ભારત પરત ફરવા માંગતા ન હોવાનું કોર્ટને જણાવ્યું. પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યું કે માલ્યા માત્ર તેમનો કેસ લાંબો ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરાંત કહ્યુ્ં કે જો માલ્યા ખરેખર દેશ પરત આવવા માગે છે તો તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
