રાજ્યપાલને મળ્યા પન્નીરસેલ્વમ, શશિકલાએ કર્યો સરકાર બનાવવાનો દાવો
AIADMK નેતા પન્નીરસેલ્વમે પાર્ટી મહાસચિવ શશિકલા વિરુદ્ધ જંગ છેડી છે, જેમને ધારાસભ્યોના દળે પોતાના નેતા તરીકે પસંદ કરી છે.
તમિલનાડુ ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે)ના નેતા ઓ પન્નીરસેલ્વમે ગુરૂવારે મોડી સાંજે રાજ્યના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત કરી હતી. જેના થોડા સમય બાદ જ એઆઇએડીએમકે ના અધ્યક્ષ શશિકલા પણ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. રાજભવન પહોંચતા પહેલાં શશિકલાએ મરીના બીચ સ્થિત જયલલિતા મેમોરિયલની મુલાકાત લીધી હતી અને ત્યાં મળા અર્પણ કરી હતી.

રાજ્યપાલને મળ્યા બાદ શશિકલાએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમની સાથે અન્ય 5 વરિષ્ઠ નેતા પણ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. તો બીજી બાજુ પન્નીરસેલ્વમે રાજ્યપાલને મળ્યા બાદ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, મેં રાજ્યપાલને રાજકારણીય પરિસ્થિતિ અંગે તમામ જાણકારી આપી દીધી છે. ધર્મની જ જીત થશે. અમ્માના આશિર્વાદ અને મધૂસૂદનના નેતૃત્વમાં અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. હું તમને આશ્વાસ આપું છું કે બધું સારું જ થશે. અત્યારે તમિલનાડુમાં જે કંઇ પણ થઇ રહ્યું એ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.

રાજ્યપાલ પાસે છે આ વિકલ્પો
- રાજ્યપાલ પહેલેથી જ પન્નીરસેલ્વમનું રાજીનામું સ્વીકારી ચૂક્યાં છે, તેએ શશિકલાને સરકાર બનાવવા આમંત્રિત કરી શકે છે. એઆઇએડીએમકે ના ધારાસભ્યોના દળે શશિકલાને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે અને તેમની પાસે 133 ધારાસભ્યોનો સપોર્ટ છે. રાજ્યપાલ શશિકલાને ફ્લોર ટેસ્ટ માટે પણ કહી શકે છે.
- રાજ્યપાલ પાસે બીજો વિકલ્પ છે કે, તેઓ પન્નીરસેલ્વમને જ મુખ્યમંત્રી પદ સોંપે અને તેમને બહુમત સાબિત કરવા કહે. આ માટે પન્નીરસેલ્વમને ડીએમકેના સમર્તનની જરૂર પડી શકે છે.
- રાજ્યપાલ પાસ એક વિકલ્પ એ પણ છે કે તેઓ વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન માટે અરજી કરે. જો કે, આ વાતની શક્યતા ઘણી ઓછી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
