મુખ્યમંત્રી જયલલિતા હોસ્પિટલમાં હોવાને કારણે સેલ્વમને 8 મંત્રાલયની જવાબદારી
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની નાદુરસ્ત તબિયતને કારણે તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. પોલિસે હાલમાં જ સંકેત આપ્યો છે કે જયલલિતા હોસ્પિટલમાંથી હમણા ડિસ્ચાર્જ નહિ થાય. જયલલિતાની અનુપસ્થિતિમાં ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી અને અમ્માના વિશ્વાસપાત્ર ઓ પનીરસેલ્વમને 8 મંત્રાલયોનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે જયલલિતા જેલમાં હતા ત્યારે પણ પનીરસેલ્વમે જ મુખ્યમંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો હતો.

રાજ્યપાલે જારી કરી પ્રેસનોટ
રાજ્યપાલ વિદ્યાસાગર રાવના અધિકૃત નિવેદન અનુસાર પનીરસેલ્વમ જયલલિતાની અનુપસ્થિતિમાં કેબિનેટ મીટિંગ પણ કરશે. નિવેદનમાં કહેવાયુ છે કે આ બધા પરિવર્તન જયલલિતાની સલાહ અનુસાર કરવામાં આવ્યા છે જે હાલમાં નાદુરસ્ત તબિયતને કારણે સારવાર હેઠળ છે.
તબિયતમાં સુધાર
તમને જણાવી દઇએ કે 68 વર્ષીય જયલલિતા 22 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે. પક્ષના સૂત્રોનું કહેવુ છે કે જયલલિતાને ખૂબ તાવ હતો અને ડીહાઇડ્રેશનની સમસ્યાથી પિડાઇ રહ્યા હતા. પરંતુ અપોલો હોસ્પિટલે પોતાની મેડીકલ રિપોર્ટમાં કહ્યું છે કે તેમને ગંભીર બિમારી છે અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.
સ્પેશિયલીસ્ટ ટીમના નિરીક્ષણ હેઠળ જયલલિતા
જયલલિતાનો ઇલાજ યુકેની સ્પેશિયલિસ્ટ ડૉક્ટર અને દિલ્હીના એઇમ્સના ત્રણ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ ચાલી રહ્યો છે.
આ તરફ પનીરસેલ્વમને અપાયેલી નવી જવાબદારીનો વિરોધ કરતા વિપક્ષી દળ ડીએમકે એ કહ્યું કે મુખ્યમંત્રીએ આ જવાબદારીઓ બીજા કોઇને સોંપવી જોઇએ જેથી પ્રશાસન વધુ સારી રીતે ચાલી શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
