પુડુચેરી સરકારનો મોટો નિર્ણય, હવે મહિલાઓને ઘરના કામ માટે 2 કલાક છુટ મળશે
એક તરફ પરિવાર અને બીજી તરફ નોકરી કે વ્યવસાયને સારી રીતે ચલાવી લેતી મહિલાઓની મુશ્કેલીઓ ઓછી કરતા પુડુચેરી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે પુડુચેરી સરકાર મહિલાઓને ઘરના કામકાજ અને પુજા માટે 2 કલાકની વધારાની છુટ આપશે.
પુડુચેરી સરકારે અઠવાડિયાના ત્રીજા શુક્રવારે મહિલાઓને ઓફિસમાં બે કલાક મોડા આવવાની છૂટ આપી છે. હવે મહિલાઓ સમય કરતા બે કલાક કામ પર મોડા આવી શકશે. ડોગ-મીડિયેટેડ હડકવા નાબૂદી માટે રાજ્ય કાર્ય યોજનાના વિકાસ પર બે દિવસીય વર્કશોપના ઉદ્ઘાટન દરમિયાન સરકારે આ જાહેરાત કરી છે.

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. તમિલિસાઈ સુંદરરાજને જણાવ્યું કે, મુખ્યમંત્રી એન. રંગાસામી સાથે ચર્ચા દરમિયાન તેમણે કામ પર મહિલાઓ માટે બે કલાકની છૂટછાટની માંગ કરી હતી. જે મંજૂર કરવામાં આવી છે. આ મહિલાઓને કામ માટે પ્રોત્સાહિત કરશે. આ જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીનો માહોલ છે.
મહિલાઓને આ છુટ્ટ શુક્રવારની નમાજ અને ઘરના કામકાજ માટે આપવામાં આવી છે. તેની મદદથી મહિલાઓ તેમના ઘર અને ઓફિસ બંનેને યોગ્ય રીતે સમય આપી શકશે.
જો કે, જે મહિલાઓ આવશ્યક અને જાહેર સેવાઓનો ભાગ છે તેમને આ છૂટનો લાભ મળી શકશે નહીં. આમાં મુખ્યત્વે શાળાઓ, પોલીસ સ્ટેશનો, હોસ્પિટલોનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
