હવે મતદારોને મળશે મત આપ્યાનો પુરાવો!!!

વોટર વેરીફાઇએબલ પેપર ઓડિટ ટ્રેલ(વી.વી.પી.એ.ટી) સિસ્ટમના નામે ઓળખાતું મશીન જો લોકસભાની આગામી ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવે તો રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં પરાજય બાદ વોટિંગ મશીનમાં ચેડાં થતા હોવાના આક્ષેપોનું સૂરસૂરિયું થઇ જશે એ નક્કી છે.
ચૂંટણી પંચે નાગાલેન્ડની પેટાચૂંટણીમાં વોટર વેરીફાઇએબલ પેપર ઓડિટ ટ્રેલ(વી.વી.પી.એ.ટી.) સિસ્ટમ નામનું મશીન અર્થાત્ મતદાતા મતપત્ર તપાસ યંત્ર ઉપયોગમાં લીધું હતું. આ સિસ્ટમના ઉપયોગ સાથે મત આપનાર મતદારને એ વાતની ખાતરી મળતી હતી કે તેણે જે ઉમેદવારને મત આપ્યો છે વાસ્તવમાં મત તે જ વ્યક્તિને મળ્યો છે. આ પ્રિન્ટર મતદાન સમયે વોટિંગ મશીન સાથે જોડી દેવામાં આવે છે.
મતદાર જયારે મત આપવા ઈવીએમ (ઈલેકટ્રોનિક વોયિંગ મશીન)નું બટન દબાવે છે કે તરત બાજુમાં કાચના બોક્સમાં રખાયેલા પ્રિન્ટરમાંથી એક રિસિપ્ટ બહાર નીકળે છે. આ રિસિપ્ટમાં મતદારે કયા ઉમેદવારને મત આપ્યો તે દર્શાવાશે. મતગણતરી વખતે જો કોઇ વિવાદ થાય તો વોટિંગ મશીન સાથેના બોક્સમાં જમા થયેલી રિસિપ્ટની ગણતરી થઇ શકે છે. ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે અમલી બનાવેલી આ સિસ્ટમ ઐતિહાસિક પ્રયોગ તરીકે ગણાવાઇ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
