સોશિયલ મીડિયાનો નવો કમાલ, વર્ચ્યુઅલ રેલી માટે થાવ તૈયાર
નવી દિલ્હી, 14 એપ્રિલ : ભારતીય રાજકીય પાર્ટીઓ પાર્ટીમાં વધારે લોકોને સહભાગી બનાવવા માટે ટેકનોલોજીનો સહારો લઇ રહી છે. આ દિશામાં એક કદમ આગળ વધીને સોશિયલ મીડિયા હવે વર્ચ્યુઅલ રેલી યોજી આપવા માટે આગળ આવ્યું છે.
હાલ સોશિયલ મિડિયામાં લોકસભા ચૂંટણી 2014ની ઋતુ પુરબહારમાં ખીલી ગઇ છે. ગુગલ, ફેસબુક, ટ્વીટ્ર અને વાઇબર જેવી સાઇટસ્ અને એપ્લિકેશનસે તો આ માટે વિશેષ ઝુંબેશ અને સેવાઓ શરૂ કરી છે.
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક 3D વર્ચ્યુઅલ રેલી યોજી હતી. જેમાં તેમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ વર્ચ્યુઅલ સેવાઓ કેવી રીતે સાઇટને, રાજકીય પાર્ટીઓને અને મતદારોને મદદ કરશે અને ઇલેક્શન્સ 2014માં નવી ક્રાંતિ લાવશે તે અંગે જાણીએ...

ગુગલની વર્ચુઅલ રેલી
આમાં લોકો જુદી જુદી જગ્યાએ હોય તો પણ લોગઇન થઇને કોઇ પણ મુદ્દા પર વર્ચુઅલ રેલી યોજી શકે છે. ગુગલ ઇન્ડિયાનાં ઉપ-પ્રમુખ અને મેનેજીંગ ડાયરેટર રાજન આનંદન્નું કહેવું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન આ પ્રયોગ અત્યંત સફળ રહયો હતો. ગુગલે તો વળી ગુગલ હેન્ગઆઉટ પર ‘પ્લીઝ ટુ વોટ' અને ‘નૉ યોર કેન્ડિડેટ' (તમારાં ઉમેદવાર ને જાણો) જેવી ઝુંબેશો પણ શરૂ કરી છે. આમા હિમાચલનાં 97 વર્ષીય શ્યામ સરન નેગીને દેખાડવામાં આવ્યા છે જેમણે દરેક ચૂંટણીમાં મત આપ્યો છે.

ટ્વીટ્ર, ફેસબુક, વાઇબર પણ દોડમાં સામેલ
ટ્વીટ્રે ચૂંટણી ટ્વીટસ્ માટે ડિસ્કવર વિભાગ શરૂ કર્યો છે. ફેસબુકે ઇલેકશન ટ્રેકર્સ અને ફેસબુક ટોકસ પેજની શરૂઆત કરી છે. વાઇબરે ‘ફિન્ગર કેમ્પેઇન' શરૂ કર્યું છે.

સોશ્યલ સાઇટસ્ને થશે લાભ
સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટીનાં કારોભારી ડાયરેકટર સુનીલ અબ્રાહમનું કહેવું છે કે સોશ્યલ સાઇટસ્ ચૂંટણીઓ સમયે જાહેરખબરો મેળવવા આવા નીતનવા પેજ શરૂ કરી રહી છે. આ દ્વારા સાઇટ્સને સારી કમાણી થાય છે.

પક્ષોને પણ ફાયદો
રાજકીય પાર્ટીઓને સહુથી મોટો લાભ એ થાય છે કે સોશ્યલ મીડિયા કંપનીઓ પાસે આજનાં યુવાનોને કયા મુદ્દાઓ પસંદ પડી રહયાં છે અને કંઇ વાતોને તેઓ નાપસંદ કરી રહયાં છે તે વિશેની જાણકારી એકત્ર થાય છે. પક્ષો આ માહિતી મેળવીને તેમની ઝુંબેશમાં ફેરફારો કરે છે.

પાર્ટીના બજેટમાં સોશિયલ મીડિયા ફંડની ફાળવણી
આ વખતની ચૂંટણીમાં સોશ્યલ મિડિયાની ભૂમિકા પણ મહત્વની રહી છે તે વાતને અવગણી શકાય નહીં. હાલ તમામ પક્ષોનાં ચૂંટણી બજેટમાંથી બેથી પાંચ સોશિયલ મીડિયા પર પ્રચાર માટે ફાળવવામાં આવ્યા છે તેમ ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડીયાએ જણાવ્યું છે.

ઇન્ટરનેટ પર ચર્ચા વધી
ગુગલનાં એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2009ની લોકસભા ચૂંટણીની સરખામણીએ ઇન્ટરનેટ પર ઉમેદવારો-પક્ષો વિશેની જાણકારી કે ચર્ચા કરવામાં આ વખતે 500 ટકા વધારો નોંધાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
