હવે પંજાબ સરકાર પોલીસની ફિટનેસ સુધારશે, સાયકલ લઈને ઓફિસ આવશે પોલીસ જવાનો
શિક્ષણ અને આરોગ્ય જેવા મોટા મુદ્દાઓ પર અસરકારક પરિણામ આપનારી પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર હવે પોલીસની ફિટનેસ સુધારવા પર ભાર મુકી રહી છે. આના માટે સરકારે કાર્યવાહી શરૂ કરી છે.
એક પછી એક મોટા નિર્ણયો લઈ રહેલી પંજાબની ભગવંત માન સરકારે હવે પોલીસને ફિટનેસને લઈને મોટો આદેશ આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, પંજાબ પોલીસની ફિટનેસને ઠીક કરવા માટે હવે પોલીસકર્ણીઓને સાયકલથી ઓફિસ આવવા જવા માટે કહેવામાં આવી શકે છે.

પંજાબ સરકારે આના માટે તૈયારી શરૂ કરી છે અને આના માટે સરકાર પોલીસ જવાનોને સાયકલ આપવા જઈ રહી છે. આમ કરવાથી પર્યાવરણ સાથે સાથે પોલીસની તબિયત પણ ઠીક રહેશે.
આનાથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિકના નિરાકણ સાથે સાથે ફૂટ પેટ્રોલિંગ અને બીટ સિસ્ટમમાં તૈનાત કર્મચારીઓને ભીડભાડવાળા વિસ્તારોમાં તોફાની લોકોને કાબૂમાં લેવામાં પણ મદદ મળશે.
જણાવી દઈએ કે, સરકારે થોડા દિવસો પહેલા સરકારી કચેરીઓમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તેમની કાર, સ્કૂટર અને બાઈક છોડીને સાયકલ, ઇ-રિક્ષા અથવા પગપાળા ઓફિસ આવવાનો આદેશ કર્યો હતો. હવે પોલીસને પણ આવરી લેવાશે.
CM ભગવંત સિંહ માનએ પંજાબ પોલીસના એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે, લોકોની સમસ્યાઓના ઉકેલ અને બદમાશોને પકડવા પંજાબ પોલીસને ગૂગલ મેપની મદદથી ટૂંક સમયમાં જોડવામાં આવશે. અહેવાલો અનુસાર, પોલીસના વાહનોમાં ટૂંક સમયમાં ગૂગલ મેપ લગાવવામાં આવશે. આનાથી પોલીસ કર્મચારીઓને કોઈપણ કોલનું ચોક્કસ લોકેશન જણાવીને સમસ્યાને ઝડપથી ઉકેલવામાં યોગ્ય સાબિત થશે.
જણાવી દઈએ કે, વિદેશમાં પણ પોલીસ આ રીતે જ કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોલીસને ફોન કરે છે ત્યારે જ નજીકની પોલીસ વાનમાં મેસેજ આવે છે અને પોલીસ ઝડપથી સ્થળ પર પહોંચી જાય છે. હવે પંજાબ પોલીસ પણ આ ટેકનિક અપનાવવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
