સાવરકરને સમલૈંગિક ગણાવવા પર હવે NCP પણ કોંગ્રેસ પર ભડકી, કહી આ વાત
કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં વિનાયક દામોદર સાવરકર વિશે વિવાદિત ટિપ્પણી અંગે રાજકીય હોબાળો ઉભો થઈ ગયો છે. આ વિશે કોંગ્રેસ પર ભડકીને હવે એનસીપીએ પણ મોટુ નિવેદન આપ્યુ છે.
કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં વિનાયક દામોદર સાવરકર વિશે વિવાદિત ટિપ્પણી અંગે રાજકીય હોબાળો ઉભો થઈ ગયો છે. આ સમગ્ર વિવાદમાં જ્યાં ભાજપે કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો છે ત્યાં મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી શિવસેનાએ કહ્યુ છે કે કોંગ્રેસના દિમાગમાં ગંદકી ભરી છે. વાસ્તવમાં ભોપાલમાં કોંગ્રેસ સેવાદળે વિનાયક દામોદર સાવરકર વિશે એક બુકલેટ છાપી છે જેમાં લખવામાં આવ્યુ છે કે સાવરકર અને નાથૂરામ ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. આ વિશે કોંગ્રેસ પર ભડકીને હવે એનસીપીએ પણ મોટુ નિવેદન આપ્યુ છે.

‘આ રીતે કોઈના વિશે વાંધાજનક લેખ લખવો અયોગ્ય'
એનસીપીના પ્રવકતા નવાબ મલિકે સાવરકર વિશે ચાલી રહેલા વિવાદ પર કહ્યુ, ‘આ રીતે કોઈના વિશે વાંધાજનક લેખ લખવો અયોગ્ય છે. વૈચારિક મતભેદ બરાબર છે, પરંતુ કોઈના ઉપર વ્યક્તિગત ટિપ્પણી ન કરવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે તે વ્યક્તિ (સાવરકર) જીવિત નથી. એ વિવાદિત બુકલેટને પાછી લેવી જોઈએ.' તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સેવાદળની આ બુકલેટમાં સાવરકર વિશે એવી વાંધાજનક વાતો લખવામાં આવી છે જેના માટે વિવાદ થઈ રહ્યો છે.

વિભાગોની વહેંચણીમાં કેમ થઈ રહ્યો છે વિલંબ, નવાબ મલિકે જણાવ્યુ
મહારાષ્ટ્ર સરકારમાં વિભાગોની વહેંચણીમાં થઈ રહેલા વિલંબ વિશે જ્યારે નવાબ મલિકને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, ‘મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણીમાં વિલંબ પાછળ કોઈ ખાસ કારણ નથી, મોડુ એટલા માટે થઈ રહ્યુ છે કારણકે અમે અમુક નવા વિભાગો બનાવવા વિશે વિચાર કરી રહ્યા છે અને આમાં સમય લાગી રહ્યો છે. સોમવારે બધા મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે.' ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મંત્રીઓના શપથ લીધા બાદ પણ હજુ સુધી વિભાગોની વહેંચણી થઈ નથી. જો કે ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારનુ નામ ફાઈનલ થઈ ચૂક્યુ છે.

‘સાવરકરના અપમાન પર ક્યાં સુધી ચૂપ રહે છે શિવસેના'
આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સાવરકર ઉપર વિવાદિત ટિપ્પણી વિશે શિવસેના પર નિશાન સાધ્યુ હતુ. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, આ સમગ્ર મામલે હું જોવા ઈચ્છુ છુ કે છેવટે સાવરકરના અપમાન પર શિવસેના ક્યાં સુધી ચૂપ રહે છે. કોંગ્રેસના સેવાદળના પુસ્તકમાં દેશભક્ત વિનાયક દામોદક સાવરકરની સાખ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આવા વિવાદિત ટિપ્પણીવાળા પુસ્તક દ્વારા કોંગ્રેસે પોતાની બકવાસ માનસિકતો પરિચય આપ્યો છે. જો આજે બાલા સાહેબ ઠાકરે જીવિત હોત તો આ પુસ્તકનો વિરોધ કરનાર તે પહેલા વ્યક્તિ હોત. હું આશા રાખુ છુ કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વહેલી તકે આ પુસ્તકને પ્રતિબંધિત કરવાનુ એલાન કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
