હવે નરેન્દ્ર મોદી વીડિયો ગેમના સુપર હીરો અવતારમાં લડાઇ લડશે

કેમ્પેઇન ચલાવનારા તેજેન્દર સિંહ બગ્ગાએ જણાવ્યું છે કે અમે લગભગ એક મહિના પહેલા આ કેમ્પેઇન શરૂ કર્યું છે. અત્યાર સુધી તેને ફેસબુક અને ટ્વિટર પર ચલાવવામાં આવી રહ્યું હતું અને એક ખાસ ટી-શર્ટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ કેમ્પેઇનને વધારે જોરદાર રીતે અમે ચલાવવા માંગીએ છીએ. આ ગ્રુપમાં જોડાયેલા લોકો નાના નાના ગ્રુપમાં વિવિધ કાર્ય કરી રહ્યા છે. એક ગ્રુપ વીડિયો ગેમ બનાવી રહ્યું છે તો એક ગ્રુપ કોમિક્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે.આ કોમિક્સમાં 40 જ પાનામાં મોદીની બાયોગ્રાફી આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ કોમિક્સ પહેલા હિન્દી ભાષામાં રજૂ કરવાનું આયોજન છે. ત્યાર બાદ જુદી જુદી ભારતીય ભાષાઓમાં તેને રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત નમો નમોનું થીમ સોંગ પણ બનાવવામાં આવનાર છે. તેને બગ્ગા અને પંચતારિણી બેન્ડના સભ્ય આશિષ ભટ્ટે લખ્યું છે. આ કાશ્મીરી પંડિતોનું બેન્ડ છે. સોંગનું રેકોર્ડિંગ તઇ ચૂક્યું છે. તેને ભટ્ટ અને બેન્ડના અન્ય એક સભ્ય રાહુલ ટિક્કુએ ગાયું છે. આ ચાર મીનિટનું ગીત હિન્દીમાં છે. તેને 31 મેના રોજ એક રોક કોન્સર્ટમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
આ કોન્સર્ટમાં દેશભક્તિના ગીતો હશે અને છેલ્લે તેને લોન્ચ કરવામાં આવશે. આવતા મહિને અંગ્રેજીમાં પણ ગીત તૈયાર થઇ જશે. અંગ્રેજી ગીત રણ કિરત લખી રહ્યા છે. આ ગીતમાં ગુજરાતની સિદ્ધીઓ પણ વર્ણવવામાં આવી છે. દરેક મહિને નવી ભાષામાં ગીત લોન્ચ કરવામાં આવશે. આ કોન્સર્ટમાં એન્ટ્રી ફ્રી હશે. તેમાં કોઇ રાજનેતાને આમંત્રણ આપવામાં નહીં આવે.
બગ્ગા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં હતા. પરંતુ હવે તેઓ નથી. અત્યાર સુધી આ ગ્રુપે મોદીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નથી અને ભાજપના કોઇ નેતાનો પણ સંપર્ક કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે અમે પરસ્પર નાણા એકત્રિત કરીને સમગ્ર આયોજન કરી રહ્યા છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
