હવે ફ્લાઈટમાં યાત્રીઓને કાબૂ કરવા ‘હાથકડી’ લગાવાશે, જાણો DGCAની નવી ગાઈડલાઈન
ફ્લાઇટમાં મુસાફરોની વધતી દાદાગીરીને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એ એરલાઇન્સ કંપનીઓને એક સલાહ આપી છે.
નવી દિલ્હી : ફ્લાઇટમાં મુસાફરોની વધતી દાદાગીરીને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એ એરલાઇન્સ કંપનીઓને એક સલાહ આપી છે. આમાં ભલામણ કરવામાં આવી છે કે ફ્લાઈટમાં હાથકડી જેવું કંઈક હોવું જોઈએ. જેથી દુર્વ્યવહાર કરનારા મુસાફરોને નિયંત્રિત કરી શકાય.

આ મુદ્દે માહિતી આપતા DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ લેવલ 3 પ્રકારના અવ્યવસ્થિત મુસાફરો એટલે કે અપમાનજનક શારીરિક હિંસક બાબકતોને રોકવા એરક્રાફ્ટની કેબિનમાં મૂકવામાં આવેલા ઉપકરણોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
તેમને જણાવ્યુ કે, આ ઉપકરણ હાથકડી જેવું છે. આ સાધન કેબિન ક્રૂને મદદ કરશે. ભારતમાં એર એશિયા જેવી કેટલીક એરલાઇન્સ પહેલાથી જ તેને એરક્રાફ્ટ કેબિનમાં રાખી રહી છે. તેમણે આગળ કહ્યું કે આ સાધનનો ઉપયોગ ત્યારે થઈ શકે છે જ્યારે સમાધાનના તમામ પગલાં ખતમ થઈ જાય. નાગરિક ઉડ્ડયન નિયમો કેબિન ક્રૂને આવા અનિયંત્રિત વર્તનના પરિણામો વિશે મુસાફરોને જાણ કરવા માટે જવાબદાર માને છે.
તમને જણાવી દઈએ કે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં પેસેન્જરે મહિલા પર પેશાબ કર્યો હતો. તેના કારણે મહિલાના કપડા અને બેગ ભીની થઈ ગઈ હતી. આનો વીડિયો વાયરલ થયા પછી, લોકોએ વ્યક્તિના કૃત્યની ટીકા કરી છે. આ કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ શંકર મિશ્રા તરીકે થઈ છે અને તે મુંબઈનો રહેવાસી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
