હવે રાતે પણ બની શકશે ડ્રાઈવિંગ લાયસન્સ, દિલ્લી સરકારની નવી યોજના
દિલ્લીવાસીઓ હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે રાતે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.
નવી દિલ્લીઃ દિલ્લીવાસીઓ હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે રાતે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. દિલ્લી સરકારે લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવીને નાઈટ શિફ્ટમાં પણ ઑટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની શરુઆત કરી છે. હવે દિવસે ફરજ પર રહેતા લોકો ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે રાતે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

દિલ્હીના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે બુધવારે શકુરબસ્તી, મયુર વિહાર અને વિશ્વાસ નગર ખાતે રાત્રિ પરીક્ષણો માટે સ્થાપિત સ્વચાલિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. હવે અહિ ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા દિલ્હીના લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકાશે. દિલ્હી સરકારે અગાઉ એપ્રિલમાં મયુર વિહાર અને વિશ્વાસ નગરમાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું ટ્રાયલ શરૂ કર્યુ હતુ. ત્યાર બાદ આજે પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે તેનુ ઔપચારિક ઉદ્ઘાટન કર્યુ હતુ. ઉદ્ઘાટન પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી કૈલાશ ગહલોતે જણાવ્યુ હતુ કે આવા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક મે મહિનાથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપલબ્ધ છે જ્યાં લોકો નાઇટ શિફ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા મેળવીને તેમનો સમય બચાવી શકે છે. તેમણે કહ્યુ કે સરકારે 1 મેથી નાઇટ શિફ્ટ (સાંજ/નાઇટ શિફ્ટ)માં 2500થી વધુ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પરીક્ષણો હાથ ધર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે અમે મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે નાઇટ શિફ્ટનુ સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ અને લાઇટ, કેમેરા રિઝોલ્યુશન જેવી બાબતોમાં સુધારો કરી રહ્યા છીએ. રાત્રિ પરીક્ષણ સુવિધા દિવસના સમય જેટલી સારી છે. અમે શૈક્ષણિક સંસ્થાઓમાં 8 નવા ADTT પણ ઉમેરી રહ્યા છીએ, જે હાલમાં ટેન્ડરિંગ તબક્કામાં છે. વેેઈટિંગ ઘટાડવાની દિશામાં આ એક મોટું પગલુ હશે. પરિવહન મંત્રીએ માહિતી આપી હતી કે વિભાગે મારુતિ સુઝુકી ફાઉન્ડેશનને 12 ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સ્થાપિત કરવાની જવાબદારી સોંપી છે. આ સાથે, તમામ 12 ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સેન્ટરની જાળવણીની જવાબદારી રોઝમેર્ટા ટેકનોલોજી લિમિટેડને આપવામાં આવી છે.
કૈલાશ ગહલોતે જણાવ્યુ હતુ કે ડ્રાઇવિંગ ટેસ્ટની ઝીણવટભરી તપાસ માટે હાઇ રિઝોલ્યુશનના 17 કેમેરા લગાવવામાં આવ્યા છે. જે રિયલ ટાઈમ ફૂટેજ અને ઈમેજીસ કેપ્ચર કરે છે. આ સાથે ટોકન માટે ઈલેક્ટ્રોનિક લાઈન મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જે ટેસ્ટ આપવા આવેલા લોકો માટે ટોકન સાથે સમય નક્કી કરે છે. તેમણે કહ્યુ કે અરજદારો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કરશે. ટોકન લીધા વિના અન્ય કોઈ વ્યક્તિનુ પરીક્ષણ કરવામાં આવશે નહિ. આ માટે 6 સર્વર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે વિડિયોનુ સંપૂર્ણ પરીક્ષણ કરશે અને પારદર્શક પરિણામ આપશે. તેની સાથે જ સારથી સોફ્ટવેર પર તેને આપોઆપ અપલોડ કરશે.
વાહનવ્યવહાર મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યુ હતુ કે ડ્રાઇવિંગ ટેસ્ટ પારદર્શક અને અસરકારક રીતે થાય તે માટે તમામ ઓટોમેટિક ટેસ્ટ ટ્રેક સેન્ટર પર 10 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જરૂરી ડ્રાઇવિંગ કૌશલ્યની ચકાસણી કરવામાં આવશે. સાંજે 5:00 PM થી 8:00 PM સુધી ઑટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ થશે. દરેક ટ્રેક પર દરરોજ 45 એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવશે. તમામ 12 ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના કમિશનિંગ પછી દરરોજ 3000 એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ ઉપલબ્ધ થશે. હાલમાં આ ત્રણ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર દરરોજ 135 ડ્રાઇવિંગ ટેસ્ટ શેડ્યૂલ કરવામાં આવી રહી છે.
ત્રણેય સ્થળોએ 1 થી 24 મે દરમિયાન ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રોત્સાહક પરિણામો આવ્યા છે. 30 એપ્રિલથી 24 મે દરમિયાન ટ્રાયલ દરમિયાન શકુરબસ્તી, મયુરવિહાર અને વિશ્વાસનગર ખાતે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 2565 સ્લોટ બુક કરવામાં આવ્યા હતા. તેમાંથી 855 લોકોએ શકુરબસ્તીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે સ્લોટ બુક કરાવ્યા હતા. જેમાંથી 255 લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચ્યા હતા. તેમાંથી 129 લોકોએ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પાસ કર્યો હતો અને 126 લોકો નાપાસ થયા. મયુર વિહારમાં 855 લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ માટે સ્લોટ બુક કરાવ્યા હતા. જેમાંથી 424 લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચ્યા હતા. તેમાંથી 232 લોકોએ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પાસ કર્યો, જ્યારે 192 લોકો નાપાસ થયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
