હવે ડોક્ટર્સ દર્દીઓ પાસેથી આડેધડ ફી વસૂલી શકશે નહીં
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : દર્દીઓનો ઇલાજ કરવા માટે ડોકટરો દ્વારા લેવામાં આવતી આડેધડ અને ભારેખમ ફી ઉપર સામાન્ય રીતે કોઇનુ ધ્યાન જતું નથી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડોકટરોની આવી મનમાની ફી વસુલવાની ટેવ ઉપર નિયંત્રણ મુકવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે દરેક બીમારી માટે એક મર્યાદાથી વધુ ફી વસુલી શકાશે નહીં. આ ધારાધોરણો નક્કી કરવા માટે ઉદ્યોગ જગત સાથે જોડાયેલ સંસ્થા ફિક્કીની મદદ લેવામાં આવશે.
આ માટે ફિક્કી હેલ્થ સર્વિસ કમિટીના વડા સંગીતા રેડ્ડીએ કહ્યું છે કે ડોકટર્સ તરફથી વસુલવામાં આવતી મનઘડત ફીને લઇને મંત્રાલય સાથે વાતચીત ચાલુ છે. અનેક જાણીતા ડોકટરો એક જ બીમારીના ઓપરેશન કે ઇલાજમાં મોટી ફી વસુલે છે જયારે આ જ ઇલાજ માટે નાના અને મધ્યમ ડોકટરો અપેક્ષાથી ઓછી ફી લેતા હોય છે.

સંગીતા રેડ્ડીએ જણાવ્યુ છે કે હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક ઇલાજ માટે ફીની એક સીમા નક્કી કરવાની જવાબદારી ફિક્કીને સોપી છે. ટુંક સમયમાં વિવિધ હોસ્પિટલો, નિષ્ણાંતો અને સિવિલ સોસાયટીની સાથે મળીને માળખુ તૈયાર કરવામાં આવશે.
દેશમાં આજે પણ મોટાભાગના દર્દીઓએ ઇલાજ માટે ગજવામાંથી મોટા પ્રમાણમાં પૈસા ચુકવવા પડતા હોય છે. ડબલ્યુએચઓના એક રિપોર્ટ અનુસાર ભારતમાં લોકોએ ઇલાજ પર લગભગ 60 ટકા વધુ ખર્ચ કરવો પડે છે. જયારે મોટાભાગના પશ્ચિમના દેશોમાં એક સામાન્ય દર્દીએ માત્ર 4થી 6 ટકા પૈસા જ ખર્ચ કરવા પડે છે.
ભારતમાં ઇલાજ પાછળ થતા ખર્ચમાં સોથી મોટો હિસ્સો ઇલાજ દરમિયાન બિનજરૂરી મેડીકલ તપાસ અને ડોકટરોની મનમાની ફીનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે, એક વખત ફિક્કી દ્વારા અપાતા મુસદ્દા પર ડીજીએચએસની ટીમ ચર્ચા કરી લેશે તે પછી સમગ્ર દેશમાં તેનો અમલ શરૂ કરાવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
