અમિતાભે ટ્વિટર પર કરી સ્પષ્ટતા, મોદી સરકારની એડમાં કામ કરી રહ્યો નથી
મુંબઇ, 2 જાન્યુઆરી: બૉલીવુડના શહેનશાહ મિસ્ટર અમિતાભ બચ્ચને ગુરૂવારે રાત્રે ટ્વિટ કરીને તે બધી વાતોને નકારી કાઢી છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન કેન્દ્ર સરકારના અલ્પસંખક પ્રોગામ માટે જાહેરાત કરવા જઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એકદમ એક્ટિવ રહેનાર અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું છે કે પીએમઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને કોઇપણ એડ કેમ્પેનમાં સામેલ થવા માટે કહ્યું નથી, એટલામ માટે જે પણ સમાચાર આવી રહ્યાં છે તે ખોટા છે અને હું બધી વાતોનું ખંડન કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ઇન્ડિયન એક્સપ્રેસે સમાચાર પ્રકાશિત કર્યા હતા મોદી સરકાર અલ્પસંખ્યકોને ખુશ કરવા માટે એક કેમ્પેન ચલાવવા જઇ રહી છે જેના માટે તેમણે અમિતાભ બચ્ચનને સાથે લીધા છે. અમિતાભ બચ્ચન મોદી સરકારના આ કેમ્પેન પ્રોગામની જાહેરાતમાં નજર આવશે. નરેન્દ્ર મોદીએ પોતે અમિતાભ બચ્ચનને આ એડ કરવા માટે અંગત રીતે આમંત્રિત કર્યા છે.
થોડાં દિવસો પહેલાં નરેન્દ્ર મોદી અને એક્ટર અમિતાભ બચ્ચનની દિલ્હીમાં મુલાકાત પણ થઇ હતી. જેની પાછળનું કારણ ઇન્ડિયન એક્સપ્રેસે અલ્પસંખક કેમ્પેન પ્રોગામ જ ગણાવ્યું હતું. જો કે અમિતાભ બચ્ચનની વાતોએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જોઇએ ભાજપ દ્વારા આ અંગે શું નિવેદન આવે છે?
T 1724 -The news by media that PM and PMO have asked me to be involved in a campaign film, is incorrect !! Kindly rectify .. thank you !!
— Amitabh Bachchan (@SrBachchan) January 1, 2015 અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે ભાજપના કેટલાક નેતાઓના લીધે ઘરવાપસી અને ધર્માંતરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન મળી રહ્યું છે જેના લીધે ભાજપને લાગે છે કે ક્યાંક આ બધું તેની છબિને અલ્પસંખ્યકોને અડંગ હિન્દુવાદી પાર્ટી ના બનાવી દે. આ નબળાઇને દૂર કરવા માટે મોદી સરકારે આ પ્રોગામની તૈયારી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
