મનોરંજન માટે 10 ટકા કમિશન આપીને છોકરીઓને બોલાવવામાં આવી હતી
ચારે તરફ દારૂ જ દારૂ, નશો જ નશો અને હલકા અજવાળામાં ડીજે પર ડાન્સ, લોકોનું મનોરંજન કરતી છોકરીઓ... કૈક આવો નજારો હતો
ચારે તરફ દારૂ જ દારૂ, નશો જ નશો અને હલકા અજવાળામાં ડીજે પર ડાન્સ, લોકોનું મનોરંજન કરતી છોકરીઓ... કૈક આવો નજારો હતો, નોઈડાના એક્સપ્રેસ વે વિસ્તારના એક ફાર્મ હાઉસનો, જેને જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. આ રેવ પાર્ટીમાં લોકોનું મનોરંજન કરવા માટે છોકરીઓને પણ બોલાવવામાં આવી હતી અને સોશ્યિલ મીડિયા ઘ્વારા તેમને ઇન્વાઇટ મોકલવામાં આવતું હતું. પોલીસે પહેલા રેવ પાર્ટીનો વીડિયો બનાવ્યો, ત્યારપછી 192 લોકોની રંગે હાથ ધરપકડ કરી.
આ પણ વાંચો: રેવ પાર્ટીમાં દારૂની મહેફિલ, 192 છોકરા-છોકરીઓની ધરપકડ

31 છોકરીઓની ધરપકડ
પોલીસે રેવ પાર્ટીમાં છાપો મારીને 161 છોકરાઓ અને 31 છોકરીઓની ધરપકડ કરી છે. એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સુચનાને આધારે એક ટીમ બનાવીને ત્યાં છાપામારી કરવામાં આવી હતી. તેમને જણાવ્યું કે આ લોકો દિલ્હીના રહેવાસી છે. ધરપકડ કરવામાં આવેલા યુવક અને યુવતીઓમાં કેટલાક લોકો કોલેજમાં અભ્યાસ કરતા નાબાલિક છે, કેટલાક વેપારી છે જયારે કેટલાક લોકો અધિકારીઓ અને નેતાઓના દીકરા જણાવવામાં આવી રહ્યા છે.

નોઈડા રેવ પાર્ટીમાં ભારે માત્રામાં દારૂ મળી આવ્યો
એસએસપી વૈભવ કૃષ્ણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ધરપકડ પછી આ વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે યમુના કિનારે બનેલા ફાર્મ હાઉસોમાં ઘણી અવેધ રેવ પાર્ટીઓ કરવામાં આવી રહી છે. તેમને જણાવ્યું કે હવે આ ફાર્મ હાઉસોમાં સતત ચેકીંગ કરવામાં આવશે. પોલીસને આ રેવ પાર્ટી વિશે સૂચના મળી હતી. ત્યારપછી તેમને ત્યાં છાપામારી કરી પોલીસે ફાર્મ હાઉસના માલિક અમિત ત્યાગી સહીત 5 આયોજકોની પણ ધરપકડ કરી છે. પોલીસને જગ્યાથી 31 હુક્કા, 112 બિયર બોટલ, 80 દારૂની બોટલો અને ભારે માત્રામાં હુક્કાનો તમાકુ મળી આવ્યો છે. તેની સાથે સાથે પોલીસે દારૂ ભરેલી 40 ગાડીઓ પણ કબ્જે કરી.

છોકરીઓને 10 ટકા કમિશન મળતું
આ પાર્ટીમાં મોંઘી દારૂ સાથે ગાંજો અને બીજા ઘણા પ્રકારનો નશો કરાવવામાં આવતો હતો. આ પાર્ટીને સોશ્યિલ મીડિયામાં ઇન્વાઇટ ઘ્વારા આયોજિત કરવામાં આવતી હતી. જયારે સેટરડે નાઈટ પૂલ નામની આ પાર્ટીમાં છોકરાઓની એન્ટ્રી માટે 10 હજાર અને છોકરીઓની એન્ટ્રી ફ્રી હતી. છોકરીઓ રેવ પાર્ટીમાં આવનારા ટેબલ પર મનોરંજન કરતી અને તેના બદલામાં ટેબલ પર આવનારા પૈસાનું 10 ટકા કમિશન તરીકે લેતી.

રાતમાં ઝગમગી ઉઠે છે આ ફાર્મ હાઉસ
ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે કિનારે ઘણા ફાર્મ હાઉસ છે અને તે દિવસે નહીં પરંતુ રાત્રે રંગીન થાય છે. અહીં વીક એન્ડ પાર્ટીઓ થાય છે. ધીમી લાઈટ પર ડીજેમાં ડાન્સથી લઈને દારૂ આપવામાં આવે છે. આ રેવ પાર્ટીના આયોજનમાં સ્થાનીય પોલીસની સાંઠગાંઠની પણ વાતો સામે આવી રહી છે. એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનીય પોલીસની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
