સરકારનો ફતવો: વિદ્યાર્થીઓ ન ઉજવે ફ્રેંડશિપ અને વેલેન્ટાઇન ડે
મુંબઇ, 6 સપ્ટેમ્બર: મહારાષ્ટ્ર સરકારે એક ફતવો જાહેર કરીને બધી યુનિવર્સિટીઓને કહ્યું છે કે તે બધા વિદ્યાર્થીઓને વેલેન્ટાઇન ડે, ફ્રેંડશિપ ડે, દારૂ પાર્ટી, રેવ પાર્ટી કરતાં અટકાવે. છોકરીઓ સાથે કરવામાં આવતી આવી પાર્ટીઓ કરવાથી કફ્ત સામાજિક માહોલ બગડે છે એટલું જ નહી પરંતુ લૉ એન્ડ ઑર્ડરની સમસ્યા પણ પેદા થાય છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાની કોલેજ લાઇફ દરમિયાન ફ્રેંડશિપ ડે, વેલેન્ટાઇન ડે અને તેની સાથે રેવ અને મદિરા પાટીનું આયોજન કરે છે જેમાં છોકરીઓ પણ ભાગ લે છે. આવી પાર્ટીઓથી સામાજિક અને લૉ એન્ડ ઑર્ડરની સમસ્યા ઉદભવે છે. માટે યુનિવર્સિટીઓએ આવી પાર્ટીઓના આયોજનથી વિદ્યાર્થીઓને અટકાવવા માટે પગલાં ભરવા જોઇએ.
આ સાથે જ યુનિવર્સિટીનું કહેવું છે કે તે માન્યતા પ્રાપ્ત કોલેજો અને સંસ્થાઓને આ ફરમાનની જાણકારી આપે. આવી પાર્ટીઓની જાણકાર મળતાં તેના પર તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઇએ. અને આવી ગતિવિધીઓને રોકવા માટે તેમને શું પગલાં ભરવા જોઇએ તેનો રિપોર્ટ પણ જમા કરાવવો જોઇએ.

મહારાષ્ટ્ર સરકારનો ફતવો
મહારાષ્ટ્ર સરકારે એક ફતવો જાહેર કરીને બધી યુનિવર્સિટીઓને કહ્યું છે કે તે બધા વિદ્યાર્થીઓને વેલેન્ટાઇન ડે, ફ્રેંડશિપ ડે, દારૂ પાર્ટી, રેવ પાર્ટી કરતાં અટકાવે. છોકરીઓ સાથે કરવામાં આવતી આવી પાર્ટીઓ કરવાથી કફ્ત સામાજિક માહોલ બગડે છે એટલું જ નહી પરંતુ લૉ એન્ડ ઑર્ડરની સમસ્યા પણ પેદા થાય છે.

મુંબઇ યુનિવર્સિટીની પહેલ
ફતવાને ધ્યાનમાં રાખતાં મુંબઇ યુનિવર્સિટીએ આ મુદ્દે પહેલા કરી છે. યુનિવર્સિટીએ પોતાની માન્યતા પ્રાપ્ત બધી કોલેજોને સર્કુલર જારે કરવાનો આદેશ આપ્યો છે કે તે આવી ગતિવિધીઓને કરતાં અટકાવવા માટે પગલાં ભરશે. અને તેમના વિદ્યાર્થીઓને આ પાર્ટીઓથી થનાર નુકસાન વિશે જાગૃત કરશે.

નશીલી દવા અને માદક પદાર્થ નિતી લાગૂ થાય
યૂજીસીએ પણ એક સર્કુલર જાહેર કરી દેશભરની યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે તે પોતાના ત્યાં નશીલી દવા અને માદક પદાર્થો પર રાષ્ટ્રીય નિતી લાગૂ કરશે.

નિતી લાગૂ કરવાની અપીલ
યૂજીસીને હ્યુમન રિસોર્સિઝ ડેપલોપમેન્ટ મંત્રાલય પાસે આ નિતીને લાગૂ કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે નીતિ સુનિશ્વિતપણે લાગૂ કરવામાં આવે. શિક્ષણ સંસ્થાઓને યૂજીસીને કહ્યું હતું કે આ નિતીને લાગૂ કરવા માટે બધી સંસ્થાઓને એક મેકેનિઝ્મ બનાવી લેવી જોઇએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
