વિંદૂ અને મયપ્પન વિરૂદ્ધ પુરતા પુરાવા નથી: કોર્ટ
મુંબઇ, 6 જૂન: અભિનેતા વિંદૂ દારા સિંહ અને ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના પ્રિંસિપલ ગુરૂનાથ મયપ્પન અને અન્ય છને આઇપીએલ સટ્ટેબાજી મુદ્દે જામીન આપતાં સ્થાનિક કોર્ટે કહ્યું હતું કે પોલીસ પાસે બનાવટ અને છેતરપિંડીના કોઇ પુરાવા નથી. પોલીસે આ કેસમાં જે આરોપ લગાવ્યા હતા તેમાં ફક્ત બનાવટ અને છેતરપિંડી જ બિન જામીન છે.
વધારાના જજ એમ એન સલીમે ફક્ત 11 પાનાના જામીનના આદેશમાં કહ્યું છે કે ફરિયાદ પક્ષને પૂછપરછ અને સામગ્રી એકઠી કરવા માટે પર્યાપ્ત અવસર મળ્યા પરંતુ તે એ સાબિત કરવાની સ્થિતીમાં નથી કે કોઇએ બનાવટી દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરી. આ બનાવટનો આધાર લાગતો નથી.

મયપ્પનના મુદ્દે કોર્ટે કહ્યું હતું કે ફરિયાદીએ સ્વિકાર કર્યું છે કે તે મેચ ફિક્સિંગ કે સ્પૉટ ફિક્સિંગમાં સામેલ નથી. તે બીજા કોઇને નહી પરંતુ વિંદૂ દાર સિંહને ઓળખે છે જેના માધ્યમથી સટ્ટો લગાવતો હતો. ફરિયાદીએ ક્યાંય દાવો કર્યો નથી કે તેને કોઇ ક્રિકેટર કે અન્ય ખેલાડી સાથે સંપર્ક હતો.
પાકિસ્તાની એમ્પાયર અસફ રઉફના સટોડિયાઓ સાથે કથિત સંપર્ક વિશે કોર્ટે કહ્યું હતું કે તેમને એમ્પાયરને ટી શર્ટ અને શૂઝ્સ જેવી ભેટ મોકલી હતી અને કેટલીક કિંમતી વસ્તુઓ મોકલી ન હતી. પરંતુ આ એમ્પાયરની મદદથી મેચ ફિક્સિંગને લઇને આગળની કડી સંપૂર્ણ રીતે ખૂટે છે. મુંબઇ પોલીસે આ કેસમાં અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરી છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
