ઉન્નાવના ડોંડિયા ખેડાના કિલ્લામાં કોઇ સોનું નથી : ASI
ઉન્નાવ, 20 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આવેલા ડોંડિયા ખેડા ગામમાં રાજા રાવ બખ્શસિંહના ખંડેર થઇ ચૂકેલા કિલ્લામાં દટાયેલા 1000 ટન સોનાના ખજાનાની શોધ માટેનો આજે ત્રીજો દિવસ છે. મહત્વની બાબત એ છે કે ખોદકામની બીજા દિવસનું ખોદકામ પૂરું થયા બાદ એએસઆઇએ જણાવી દિધું છે કે અહીં કોઇ પ્રકારનું સોનુ મળવાનું નથી.
આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા - એએસઆઇના આ નિવેદન છતાં સાધુ શોભન સરકાર પોતાના નિવેદન પર અડગ છે. એએસઆઇની નિવેદન બાદ મહેલની આપપાસ સર્જાયેલો મેળા જેવો માહોલ હવે અલોપ થઇ ગયો છે. કિલ્લાની આસપાસની સુરક્ષા વધારે દેવામાં આવી છે.

એએસઆઇનું કહેવું છે કે તે પોતાની રીતે અહીં કામ કરી રહી છે અને જ્યાં સુધી સોનાનો ખજાનો મળવાનો પ્રશ્ન છે તો ડોંડિયા ખેડાના કિલ્લામાંથી કોઇ ખજાનો મળવાનો નથી. આવી સ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા કેવી રીતે શરૂ થઇ તે અંગે એએસઆઇનું કહેવું છે કે આમાં ભૂલ સ્થાનિક વહીવટી તંત્રની છે. તેણે આ મુદ્દે ઉભી થતી અફવાઓ પર અંકુશ ના લગાવ્યો અને મીડિયાએ તેને વધારે હવા આપી.
શોભન સરકારે પોતાની આગાહીમાં સોનું મળશે તેવું તો કહ્યું હતું પરંતુ ક્યારે મળશે તેની કોઇ અવધિ જણાવી ન હતી. તેમણે એમ કહ્યું હતું કે 1000 ટન સોનું એક જગ્યાએથી નહીં પણ અલગ અલગ જગ્યાએથી મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
