પીએમ મોદીની સુરક્ષામાં કોઈ સમાધાન મંજુર નહીં, રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપીશું-ભગવંત માન
ભગવંત માને કહ્યું કે, પીએમ મોદીની સુરક્ષામાં કોઈ સમજૂતી સહન કરવામાં નહીં આવે. પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાશે. તેમણે કહ્યું કે મને જે પણ રિપોર્ટ મળશે તે ગૃહ મંત્રાલયને સુપરત કરાશે.

પંજાબમાં ખેડૂત આંદોલન દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં થયેલી લાપરવાહીને લઈને મુખ્યમંત્રી ભગવંત માનનું મોટું નિવેદન આવ્યુ છે. ભગવંત માને કહ્યું કે, પીએમ મોદીની સુરક્ષામાં કોઈ સમજૂતી સહન કરવામાં નહીં આવે. પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાશે. તેમણે કહ્યું કે મને જે પણ રિપોર્ટ મળશે તે ગૃહ મંત્રાલયને સુપરત કરાશે. અહીં તમને જણાવી દઈએ કે કેન્દ્રએ પંજાબ સરકારને પૂછ્યું હતું કે પીએમ મોદીની સુરક્ષામાં ભંગને લઈને શું કાર્યવાહી કરી? કાર્યવાહીનો અહેવાલ સબમિટ કરો.
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 5 જાન્યુઆરીએ પીએમ મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામી જોવા મળી હતી. આ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટીને પીએમ મોદીની સુરક્ષામાં ખામીઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સમિતિએ પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે, જે હવે કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. હાલમાં જ કેન્દ્ર દ્વારા આ મામલે રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો હતો.
આ મુદ્દે મુખ્ય સચિવ વીકે જંજુઆએ કહ્યું કે, અમને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિનો રિપોર્ટ મળ્યો છે. તેમાં સુરક્ષામાં ક્ષતિ માટે કેટલાક અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અમે ટૂંક સમયમાં આ એક્શન ટેકન રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલીશું. જ્યારે મુખ્ય સચિવને પૂછવામાં આવ્યું કે શું આ મામલામાં પૂર્વ ડીજીપી સહિત રાજ્યના 9 પોલીસ અધિકારીઓના નામ સામેલ છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે? આના જવાબમાં મુખ્ય સચિવે કહ્યું કે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે કાયદા અંતર્ગત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ તપાસ રિપોર્ટ પહેલા મુખ્યમંત્રીને મોકલાશે. તેમની પરવાનગી બાદ કાર્યવાહી કરવામાં આવશે. સજા પામેલા ગુનેગારોનો પગાર વધારો અટકાવી શકાય છે, તેમને ડિમોટ કરી શકાય છે અને જો તે અધિકારીઓ હજુ પણ કામ કરતા હોય તો તેમને બરતરફ પણ કરી શકાય છે. દરેકને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. રિપોર્ટમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
