બિહાર વિશેષ રાજ્યઃ નીતિશ કુમારનો હુંકાર, આપણે સફળ થઇશું

ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું, '' 4 નવેમ્બર બિહાર માટે એક ઐતિહાસિક દિવસ છે. વર્ષો પહેલા એટલે કે 1974માં 4 નવેમ્બરે બિહારમાં જેપી આંદોલન શરૂ થયું હતું. મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા. આંદોલનમાં લોકો જોડાયા. આંદોલનમાં જોડાવા માટે આવેલા લોકો પર પોલીસે દમન વરસાવ્યું અને લાઠીચાર્જ કર્યું. 1942માં દેશ માટે લડનાર જેપી પર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો. એનું પરીણામ એ આવ્યું કે, તે સમયની કેન્દ્ર સરકારને સત્તા ગુમાવી પડી હતી. મને ખુશી છે કે બિહારને વિશેષ રાજ્ય બનાવવા માટે જે અધિકાર રેલી યોજવામાં આવી તેના માટે આ ઐતિહાસિક 4 નવેમ્બરનો દિવસ પસંદ કરવામાં આવ્યો, આપણે આપણા હકની લડાઇમાં સફળ થઇશું.''
''બિહાર વિધાનસભામાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે તે માટનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો, આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકારે મહોર લગાવવાની હોય પરંતુ તે કરવામાં આવતું નથી. કેન્દ્ર સરકારની નીતિ યોગ્ય નથી. આ પ્રસ્તાવ અંગે મે વડાપ્રધાનને મળવાની અનેક વખત ઇચ્છા દર્શાવી, પરંતુ તેમણે સમય ફાળવ્યો નથી. તે જ્યારે કહે ત્યારે તેમને મળવા માટે અમે તૈયાર છીએ પરંતુ તેમની પાસે બિહારની આ માંગ માટે સમય નથી. અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે તે માટે એ અભિયાન ચલાવ્યું એક કરોડ લોકોની સહી લેવનું, જેમાં એક કરોડ કરતા વધારે લોકોએ સહી કરી અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે ઝુંબેશમાં જોડાયા, પરંતુ કેન્દ્ર સરકારે આ એક કરોડ લોકોની માંગની સુનાવણી કરી નથી,'' તમે નીતિશ કુમારે ઉમેર્યું છે.
તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઇને ખોટા-ખોટા નિવેદનો અને વાયદાઓ કરવામાં આવી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
