Nitish Kumar : NDA સાથે છેડો ફાડવાની તૈયારીમાં નીતિશ કુમાર? કેમ હરિયાણા શપથ સમારોહથી દુરી બનાવી?
Nitish Kumar : હરિયાણામાં બીજેપીની નવી સરકાર શપથ લેવા જઈ રહી છે. આ શપથ સમારોહમાં બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત સહયોગી પાર્ટીઓના નેતાઓ હાજર રહેશે.
શપથ ગ્રહણ સમારોહના આયોજન વચ્ચે બીજેપી માટે ટેન્શન વધારતા અહેવાલો આવ્યા છે. સમાચારો અનુસાર, આ સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર નહીં રહે.

અહેવાલો અનુસાર, જેડીયુ તરફથી કેન્દ્રીય મંત્રી લલન સિંહ અને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા હાજરી આપશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ બીજેપીએ નવી સરકાર બનાવવા કવાયત શરૂ કરી છે. નાયબ સિંહ સૈની વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે અને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
નાયબ સિંહ સૈનીએ તેમના સમર્થનમાં રહેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સુપરત કરી છે. જણાવી દઈએ કે ધારાસભ્ય દળની બેઠકમાં અનિલ વિજ અને મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદ માટે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ સમારોહ માટે બીજેપી શાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
