ફરી પલ્ટી મારી INDIA ગઠબંધનમાં જઈ રહ્યાં છે નીતિશ કુમાર? જાણો કેમ શરૂ થઈ અટકળો?
નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકાથી બીજેપીએ કેન્દ્રમાં સરકાર તો બનાવી લીધી છે. જો કે જે રીતે નીતિશ કુમાર તેવર દેખાડી રહ્યાં છે તેને જોતા ગમે ત્યારે મોદીની ગાડી પાટા પરથી ઉતરી શકે છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે પરંતુ વિપક્ષ સત્તા પરિવર્તનને લઈને સતત ઊંચા દાવાઓ કરી રહ્યું છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીના નેતાએ પણ આવો જ દાવો કર્યો છે.

આરજેડી ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ બીજેપી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ભાજપ એક ગડબડવાળી પાર્ટી છે. તેમનું કામ માત્ર અન્ય પક્ષોના નેતાઓને હેરાન કરવાનું છે, પરંતુ જનતા જાણે છે કે આ બધી બીજેપીની ચાલ છે.
ભાઈ વીરેન્દ્રએ દાવો કર્યો કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં ભાજપને ઝટકો આપી શકે છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર ભાજપ છોડવા જઈ રહ્યા છે, આ પછી તેઓ ઈન્ડિયા એલાયન્સનો હિસ્સો બનશે. તેમણે દાવો કર્યો કે બિહારના સીએમના નિર્ણય બાદ બીજેપી રાજ્યમાં નહીં રહે.
લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ નીતિશ કુમારે બિહારમાં બીજેપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ અંગે ભાઈ વીરેન્દ્રએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પલ્ટુરામ કહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં કોઈ પિતા તેમના પુત્રનું નામ નીતિશ કુમાર નહીં રાખે. ભાઈ વીરેન્દ્રએ કહ્યું કે, નીતીશ કુમારે ઘણી વખત પલ્ટી મારી છે કે દેશમાં દરેક તેમને પલ્ટુરામ કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમને પલ્ટુરામ કહીને બોલાવ્યા છે અને હવે સમગ્ર બિહાર અને દેશભરના લોકો તેમને પલ્ટુરામ કહીને બોલાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
