નીતિશે મોદીને PM બનવા આપી શુભેચ્છા; કહ્યું બિહારને અનેક અપેક્ષા
પટણા, 26 મે : બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે ભારતના પદમાનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ સાથે નરેન્દ્ર મોદીને એમ પણ જણાવી દીધું છે કે બિહારને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ પણ છે. પટણામાં એક પત્રકાર પરિષદમાં નીતિશે જણાવ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહ્યા છે. તેમની સરકારને શુભેચ્છાઓ આપું છું. તેમની પાસેથી બિહારને ઘણી અપેક્ષાઓ છે.
નીતિશે એમ પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે શપથ સમારોહમાં બિહારના મુખ્યમંત્રી જતીન રામ માંઝી જઇ રહ્યા છે. તેમની સાથે પાર્ટીના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

બિહારની મોદી પાસે શું અપેક્ષાઓ છે તે અંગે તેમણે જણાવ્યું કે 'બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી અપેક્ષા છે. આ સાથે તેમને મળતા વિશેષ પેકેજની રકમ પણ વધારવામાં આવે. અનેક રાજ્યોના લોકો રોજગારની શોધમાં અન્ય રાજ્યોમાં જાય છે. આવા પ્રવાસી નાગરિકોને અન્ય રાજ્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેને રોકવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની જરૂરિયાત છે. આવી ઘટનાઓ પર રાજ્ય સરકારની જવાબદેહી નક્કી કરવી જોઇએ.'
આ પહેલા રવિવારે નીતિશ કુમારે ફેસબુક પર પણ નવી સરકારને શુભેચ્છાઓ પાઠવીને રાજ્ય વતી અપેક્ષાઓ જણાવી હતી. જેમાં રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવે, વિશેષ પેકેજની રકમ વધારવામાં આવે, અટવાયેલી રેલ યોજનાઓને જલ્દી પૂરા કરવામાં આવે વગેરેનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
