નીતીશ કુમારનો લાલુ યાદવ પર મોટો આરોપ, રાજનીતિ ગરમાઈ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજદ પ્રમુખ અને ચારા ઘોટાળા મામલે સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવ પર જેલમાં ફોન ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજદ પ્રમુખ અને ચારા ઘોટાળા મામલે સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવ પર જેલમાં ફોન ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. નીતીશ કુમારે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ગંભીર આરોપ લગાવ્યો છે. નીતીશ કુમારના આરોપ પછી બિહાર અને ઝારખંડની રાજનીતિ ગરમાઈ ચુકી છે. કોંગ્રેસે આ મુદ્દે નીતીશ કુમારને ઘેર્યા છે અને તેના અંગે નીતીશ કુમારને સવાલ પણ પૂછ્યા છે.
આ પણ વાંચો: જયારે ગુજરાતમાં બિહારીઓને મારવામાં આવ્યા ત્યારે મોદી-શાહ ક્યાં હતા

જેલથી ફોન પર રણનીતિ બનાવે છે લાલુ યાદવ: નીતીશ કુમાર
નીતીશ કુમારના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે નીતીશ કુમારે જણાવવું જોઈએ કે લાલુ યાદવ જેલમાં શુ કરે છે અને આ જાણકારી તેમને કેવી રીતે મળે છે. આપને જણાવી દઈએ કે ચારા ઘોટાળા મામલે સજા કાપી રહેલા લાલુ યાદવ રાંચીની જેલમાં બંધ છે. હાલમાં જ તેમને મળવા માટે મહાગઠબંધનના ઘણા નેતાઓ આવી ચુક્યા છે. લગભગ 40 વર્ષમાં આ પહેલીવાર છે જયારે લાલુ યાદવ બિહારમાં થઇ રહેલી ચૂંટણીમાં જોવા નથી મળી રહ્યા.

નીતીશ કુમારના નિવેદન પર રાજનીતિ ગરમાઈ
નીતીશ કુમારે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે લાલુ યાદવ જેલથી ફોન પર વાત કરીને રાજનીતિ કરી રહ્યા છે. તેઓ જેલના નિયમોનું પાલન નથી કરતા. નીતીશ કુમારના નિવેદન પછી લાલુ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપે બિહારના મુખ્યમંત્રી પર પ્રહાર કર્યા છે. તેજ પ્રતાપે કહ્યું કે નીતીશ કુમાર લાલુ યાદવને જેલમાં પણ શાંતિથી નહીં રહેવા દે.

નીતીશ કુમાર પર તેજ પ્રતાપનો પ્રહાર
તેજ પ્રતાપ યાદવે કહ્યું કે અમને અથવા અમારા પરિવારના કોઈ પણ વ્યકતિને લાલુ યાદવ ક્યારેય પણ ફોન નથી કરતા. અમે અમારા પિતા સાથે વાત કરવા માટે તરસી જઈએ છે. તેઓ હંમેશા નિયમોનું પાલન કરે છે. તેજ પ્રતાપે કહ્યું કે લાલુ યાદવ પર લગાવવામાં આવેલા બધા જ આરોપો ખોટા છે. જયારે નીતીશ કુમારની પાર્ટી ઘ્વારા નિવેદન આવ્યું છે કે જેલમાં રહીને પણ લાલુ યાદવને બધું કઈ રીતે ખબર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
