હવામાં જ પલટાઇ શકે છે સરકાર, એક જ ફ્લાઇટમાં દિલ્હી આવી રહ્યા છે નિતીશ અને તેજસ્વી
Lok Sabha Election Results: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે, NDAએ 292 સીટો જીતી છે, અને ઈન્ડિયા એલાયન્સે 233 સીટો જીતી છે. એનડીએ બહુમતીમાં હોવા છતાં ભાજપ બહુમતીથી દૂર છે, તેણે માત્ર 240 બેઠકો જીતી છે, અને આ સાથે જ ભાજપનું 400 ને પાર કરવાનું સપનું રોળાઇ ગયું છે.
હવે તે સરકાર બનાવવા માટે સાથી પક્ષો પર નિર્ભર બની ગયું છે. તેથી હવે એનડીએમાં નીતીશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીની ભૂમિકા ખૂબ મહત્વની બની ગઈ છે.
તો મીડિયા રિપોર્ટ એ પણ કહી રહ્યું છે કે, ઈન્ડિયા એલાયન્સના લોકો પણ નીતીશ કુમાર સાથે સંપર્ક કરવામાં વ્યસ્ત છે, હાલમાં જેડીયુ કહી રહી છે કે તે એનડીએ સાથે જ રહેશે.
એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ બંનેની આજે બેઠક - આ મામલે આજે દિલ્હીમાં એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ બંનેની અલગ-અલગ બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે નીતિશ અને તેજસ્વી પટનાથી દિલ્હી આવી રહ્યા છે. તેજસ્વી યાદવ નીતિશ કુમાર અને ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં ભાગ લેશે.

એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ - આવામાં રસપ્રદ વાત એ છે કે, તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર બંને એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે. બંને સવારે 10:40 કલાકે વિસ્તારાની ફ્લાઈટ UK-718 દ્વારા દિલ્હી જઈ રહ્યા છે.
લોકસભા સીટો પર આરજેડીની હાલત કફોડી - જેડીયુએ બિહારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, અહીં લોકસભાની 40 સીટોમાંથી તેમણે 12 અને ભાજપે 12 સીટો જીતી છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 5 સીટો જીતી છે.
હિન્દુસ્તાની અવમ મોરચા (એસ) એ એક બેઠક પર જીત મેળવી છે. જ્યારે આરજેડીએ 4 બેઠકો જીતી છે, ડાબેરીઓએ બે બેઠકો જીતી છે, કોંગ્રેસે ત્રણ, ડાબેરી પક્ષે બે અને અપક્ષ પપ્પુ યાદવે પૂર્ણિયા બેઠક પર જીત મેળવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
