મુંબઇમાંથી ગુજરાતીઓનો સફાયો કરવા માંગું છું: નિતેશ રાણે
મુંબઇ, 6 નવેમ્બર: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા નારાયણ રાણેના પુત્ર અને હાલમાં જ કંકાવલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવેલા નિતેશ રાણેએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જ મહારાષ્ટ્રની સાથે સાથે રાષ્ટ્રીય રાજનીતિ ગરમાઇ ગઇ છે. નિતેશ રાણેએ આ ટિપ્પણી ગુજરાતીઓ વિરુદ્ધ કરી છે.
બુધવારે નિતેશ રાણેએ પોતાના ટ્વિટર એકાઉંટ પર લખ્યું હતું કે 'તેઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેવા માગે છે અને તેની શરૂઆત મુંબઇથી કરવા માગે છે. અને એ તમામ ગુજરાતીઓનો મુંબઇમાંથી સફાયો કરવા માંગુ છું જે મરાઠીઓને નફરત કરે છે.'
Wanna take part in Swacha Bharat abhiyan n start from mumbai!! Wanna start cleaning up all the Marathi hating gujjus from there once for all
— nitesh rane (@NiteshNRane) November 5, 2014 રાણે પોતાના ટ્વિટર એકાઉંટમાં આજે જણાવે છે કે 'મરાઠી વિરોધી ગુજરાતીવાળા મારી એક ટિપ્પણીથી ચારેબાજુ હોહા થઇ ગયું પરંતુ રોજેરોજ તેમના દ્વારા અપાતી મરાઠી વિરોધી ટિપ્પણી કોઇને નથી દેખાતી.'
So much ho ha abt my statement on the Marathi hating gujjus but no 1 is focussing on the hate statements passed by them almost everyday
— nitesh rane (@NiteshNRane) November 6, 2014 અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ઓગષ્ટમાં રાણેએ ગુજરાતીઓ વિરુદ્ધ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. રાણેએ લખ્યું હતું કે' મુંબઇમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતીઓની સંખ્યા વધવા પામી છે. 36 બેઠકોમાંથી 13 બેઠકો એવી છે જ્યાં ગુજરાતી મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરે છે.'
આ ઉપરાંત રાણેએ જણાવ્યું હતું કે 'ગુજરાતીઓને પોતાના ટાવરમાં ફ્લેટ ખરીદવાની પરવાનગી ના આપવી જોઇએ. ખાસ કરીને એવા ગુજરાતીઓને જે માસાહારી હોય. આ રીતે મુંબઇમાં ગુજરાતીઓની સંખ્યા વધવાથી અટકાવી શકાશે.'

અત્રે નોંધીય છે કે નિતેશ રાણેના પિતા નારાયણ રાણે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતી વિરુદ્ધ ઝેર ઓંકવાની સજા મળી ગઇ છે. તેઓ પોતાના ગઢ કુડલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો નિતેશ રાણે પણ આ રીતે ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓંકતા રહ્યા તો તેમને પણ જનતા દ્વારા એકવાર ચોક્કસ લાત મારી દેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
