લોકસભા ચૂંટણી લડવાની ના પાડનાર નિર્મલા સીતારમણ પાસે ઘર, ગાડી...કેટલી છે ધન-સંપત્તિ?
Nirmala Sitharaman Net Worth: લોકસભાની ચૂંટણી ન લડવા અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. નાણામંત્રીએ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી લડવા માટે જેટલા પૈસાની જરૂર છે તેટલા તેમની પાસે નથી.
નાણામંત્રી સીતારમણ આ નિવેદન બાદ દરેક જગ્યાએ ચર્ચામાં છે. આવો જાણીએ કે દેશની અર્થવ્યવસ્થાનો હવાલો સંભાળનાર નાણામંત્રી નિર્મલા સીતારમણની નેટવર્થ કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

દેશની તિજોરી અને નાણાંનો હિસાબ રાખનાર નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશના કરોડપતિ સાંસદ છે પરંતુ તેમની ગણતરી સૌથી ઓછી સંપત્તિ ધરાવતા કેબિનેટ મંત્રીઓમાં પણ થાય છે.
Nirmala Sitharaman Net Worth: નિર્મલા સીતારમણની નેટવર્થ
નિર્મલા સીતારમણની કુલ સંપત્તિ અંદાજે રૂ. 2.63 કરોડ છે, જેમાં સ્થાવર અને જંગમ મિલકતોનો સમાવેશ થાય છે. તેમની પાસે 315 ગ્રામ સોનું અને 2 કિલો ચાંદી પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે નિર્મલા સીતારમણ પાસે પોતાની કોઈ કાર નથી.
તેમના નામે એક સ્કૂટર છે. તેની કિંમત 28,200 રૂપિયા હોવાનું કહેવાય છે. નિર્મલા સીતારમણ હૈદરાબાદ પાસે લગભગ 16 લાખ રૂપિયાની બિનખેતીની જમીન ધરાવે છે. સીતારમણના નામે 3,50,000 રૂપિયાની પર્સનલ લોન છે. આ સિવાય 30,44,838 રૂપિયાની બીજી લોન પણ છે.
રાજ્યસભાની ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ અનુસાર, 17,200 રૂપિયાની રોકડ સિવાય બેંકમાં 45,04,479 રૂપિયાની એફડી છે. તેમણે કોઈપણ ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કર્યું નથી.
Nirmala Sitharaman Salary: નિર્મલા સીતારમણનો પગાર
ભારત સરકારના જણાવ્યા અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણનો માસિક પગાર 4,00,000 રૂપિયા છે.
Nirmala Sitharaman Husband: નિર્મલા સીતારમણના પતિ
નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેઓ એક સરળ વ્યક્તિ પણ છે અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમણે 2014થી 2018 સુધી આંધ્ર પ્રદેશ સરકાર સાથે પણ કામ કર્યું છે. તેઓ કોમ્યુનિકેશન એડવાઈઝર પણ રહી ચૂક્યા છે.
Nirmala Sitharaman Bio: નિર્મલા સીતારમણનો પરિચય
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતાઓમાંના એક છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ ભારતના રક્ષા મંત્રીનું પદ સંભાળનાર બીજી મહિલા પણ છે.
નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન પણ છે. આ પહેલા 1970-71 દરમિયાન ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે નાણા મંત્રાલય સંભાળ્યું હતું. નિર્મલા સીતારમણ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને નાણા-કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.
નિર્મલા સીતારમણ 2003થી 2005 સુધી રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય હતા. નિર્મલા સીતારમણ ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.
નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ મદુરાઈમાં થયો હતો. તેમના પિતા નારાયણન સીતારમણ રેલવેમાં નોકરી કરતા હતા જ્યારે તેમની માતા સાવિત્રી ગૃહિણી હતા.
નિર્મલા સીતારમણે તેમનું પ્રારંભિક શિક્ષણ મદુરાઈમાં પૂર્ણ કર્યું. તેમણે તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએની ડિગ્રી મેળવી છે. તે પછી તેમણે દિલ્હીની જવાહર નેહરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ઓફ આર્ટ્સ અને એમ.ફિલ કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
