નીરવ મોદીએ 12 જૂને ભારતીય પાસપોર્ટ પર કરી યાત્રા, અડધો ડઝન ભારતીય પાસપોર્ટ રાખવાનો કેસ
કહેવામાં આવી રહ્યુ હતુ કે નીરવ ક્યાંય પણ યાત્રા કરવા માટે સિંગાપોરના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. હવે એક સમાચાર આવી રહ્યા છે કે નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર પણ યાત્રા કરી હતી.
પંજાબ નેશનલ બેંક ગોટાળાના આરોપી નીરવ મોદી વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તે બ્રિટનથી બ્રસેલ્સ ભાગી ગયો છે. એક અંગ્રેજી વર્તમાનપત્રમાં છપાયેલ સમાચાર મુજબ નીરવ મોદી મંગળવાર કે બુધવારે બ્રસેલ્સ પહોંચ્યો. નીરવ મોદી વિશે આ પહેલા સમાચાર આવ્યા હતા કે તેણે બ્રિટનમાં શરણ લીધી છે. વળી, એ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે નીરવ ક્યાંય પણ યાત્રા કરવા માટે સિંગાપોરના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. હવે એક સમાચાર આવી રહ્યા છે કે નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર પણ યાત્રા કરી હતી.

12 જૂને ભારતીય પાસપોર્ટ પર યાત્રાના સમાચાર
સમાચારો મુજબ નીરવ મોદીએ 12 જૂને ભારતીય પાસપોર્ટ પર યાત્રા કરી હતી. નીરવ મોદી યુરોસ્ટાર હાઈ સ્પીડ ટ્રેન દ્વારા બ્રિટનની રાજધાની લંડનથી બેલ્જિયમના બ્રસેલ્સ ભાગી ગયો હતો. સૂત્રોએ જણાવ્યુ કે નીરવ મોદીએ 12 જૂને પ્લેનની જગ્યાએ ટ્રેનથી યાત્રાને પ્રાથમિકતા આપી હતી. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો જ્યારે સીબીઆઈએ 11 જૂને ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે અનુરોધ કર્યો હતો. આ મામલે ચાર્જશીટ ના હોવાના કારણે ઈન્ટરપોલે નોટિસ જારી કરી નહોતી. હાલમાં જ નીરવ મોદી મામલે ઈન્ટરપોલની મદદ માંગવામાં આવી હતી એટલા માટે નીરવ મોદીએ તેનો ફાયદો ઉઠાવ્યો અને બ્રસેલ્સ સુધીની યાત્રા ટ્રેનથી કરી.

ઈન્ટરપોલને તપાસ એજન્સીઓ દ્વારા ડિટેલ આપવામાં આવી રહી છે
પાસપોર્ટ રદ થયા બાદ પણ નીરવ મોદીના યાત્રા કરવા પર વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ જણાવ્યુ કે તપાસ એજન્સીના કહેવાથી જ માલૂમ પડ્યુ કે તે કેવી રીતે ભારતીય પાસપોર્ટ પર યાત્રા કરી રહ્યો છે. આ મામલે અધિકારીઓનું કહેવુ છે કે નીરવના પાસપોર્ટ રદ કરવા અને તેની યાત્રા પર પ્રતિબંધ અંગે ઈન્ટરપોલને તપાસ એજન્સીઓ દ્વારા બધી ડિટેલ આપવામાં આવી રહી છે. જ્યારે બ્રસેલ્સમાં પણ ભારતીય અધિકારીઓએ બેંકના અધિકારીઓને નીરવ મોદી મામલે જાણકારી આપતા તેની બધી નાણાંકીય લેવડદેવડ રોકવા માટે કહ્યુ છે.

નીરવ મોદી પાસે અડધો ડઝન પાસપોર્ટ
સૂત્રો અનુસાર નીરવ મોદી પાસે અડધો ડઝન પાસપોર્ટ છે અને હવે આ મામલે નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે એક પાસપોર્ટ પર નીરવનું પૂરુ નામ છે જ્યારે બીજા પર માત્ર પહેલુ નામ છે. આના પર 40 મહિના માટે યુકેનો વિઝા પણ આપવામાં આવ્યો છે. જો કે વિદેશ મંત્રાલય આ અંગે ઈન્ટરપોલ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે કે સરકાર દ્વારા પાસપોર્ટ રદ કરવા છતાં તે એક દેશથી બીજા દેશની યાત્રા કેવી રીતે રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
