તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં 60 જગ્યાએ NIAના દરોડા
એનઆઈએ કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં લગભગ 60 જગ્યાએ રેડ પાડી રહી છે. કર્ણાટકના 45 સ્થળોએ એનઆઈએની રેડ ચાલી રહી છે.
NIA Raid: કાર સિલિન્ડર બ્લાસ્ટ મામલે તમિલનાડુમાં ઘણી જગ્યાએ એનઆઈએના દરોડા ચાલુ છે. રિપોર્ટ મુજબ એનઆઈએ કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં લગભગ 60 જગ્યાએ રેડ પાડી રહી છે. આ દરોડા આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સહાનુભૂતિ રાખનાર શંકાસ્પદ વ્યક્તિઓ સામે ચાલી રહી છે. રિપોર્ટ મુજબ આ લોકો વીડિયો દ્વારા લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. કર્ણાટકના 45 સ્થળોએ એનઆઈએની રેડ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 23 ઓક્ટોબરે કોઈમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનુ મોત નીપજ્યુ હતુ. અહેવાલો મુજબ મૃત્યુ પામેલા વ્યક્તિનુ નામ મુબીન હતુ. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો કોઈમ્બતુરના રહેવાસી હતા. ધરપકડ કરાયેલા લોકોના નામ મોહમ્મદ અઝહરુદ્દીન, અફસર ખાન, મોહમ્મદ થલ્હા, મોહમ્મદ રિયાસ, ફિરોઝ ઈસ્માઈલ અને મોહમ્મદ નવાઝ હતા.
NIAએ આરોપીઓ પાસેથી પોટેશિયમ અને 109 વસ્તુઓ જપ્ત કરી હતી. આ લોકો પાસેથી પોટેશિયમ નાઈટ્રેટ, બ્લેક પાવડર, સલ્ફર, પર્ન પાવડર, 9 બોલ્ડ બેટરી સહિતની વિવિધ વસ્તુઓ મળી આવી હતી, જેનો ઉપયોગ વિસ્ફોટકો બનાવવામાં થાય છે. આ લોકો પાસેથી આતંકવાદી વિચારધારા સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જેમાં જેહાદની ચર્ચા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
