IIM કોલકત્તામાં ભણશે સમાચાર પત્ર વેચનારો શિવા
બેંગ્લોર, 15 મેઃ સવારે ચાર વાગ્યે જેવું એલાર્મ વાગતું, બેંગ્લોરના બાનસવાડીમાં રહેતો એન શિવા કુમાર દરરોજ પોતાના વિસ્તારના 500થી વધારે ઘરોમાં જઇને સમાચાર પત્ર નાંખતો. શિવાને આ આદત ધોરણ છથી પડી હતી, જ્યારે તેણે ન્યૂઝપેપર વેન્ડરનું કામ શરૂ કર્યું. તેની મહેનત અને લગન છે કે જેણે આજ સુધી બેંગ્લોરની બહાર પગ નહોતો મુક્યો તે સીધો આઇઆઇએમ કોલકતામાં ભણવા માટે જશે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર શિવાના માતા-પિતા અભણ છે અને તેમને આઇઆઇએમનું મહત્વ ખબર નથી. તે બસ એટલું જાણે છે કે તેમનો પુત્ર શહેરની બહાર ભણવા માટે જઇ રહ્યો છે. શરૂઆતથી જ દેવામાં ડુબેલા પરિવારના શિવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું હોત, જો બાનસવાડીના કૃષ્ણવેદ વ્યાસે શિવાની ફી ભરી ના હોત. જે સમયે શિવાના ઘરમાં ખાવાના પણ વાંધા હતા, તે સમયે તેને સ્કૂલમાંથી નોટિસ આવી હતી કે, ફી ભરો નહીં તો સ્કૂલ છોડી દો. ત્યારે શિવા પોતાના ગ્રાહક વેદ વ્યાસ પાસે ગયો અને એક સેમેસ્ટરની ફી માટેના પૈસા ભીખમાં માંગ્યા. એક સામાન્ય વ્યક્તિની માફક તેમણે પણ તરત ના પાડી દીધી. શિવાએ અન્ય ઘણા લોકો પાસેથી ફી ભરવા માટે પૈસા માંગ્યા પરંતુ કોઇએ તેની વાત સાંભળી નહીં.

શિવાની વાત કરવામાં આવે તો માલીની હાલત ખરાબ હોવાના કરાણે તેણે બાળપણથી લઇને જવાની સુધી કામ સિવાય કંઇ જ કર્યું નથી. જ્યારે તે ત્રીજા ધોરણમાં ભણતો હતો, તો બાકીના બાલકો ઘરે જઇને રમતા હતા અને શિવા રસ્તાઓ પર ફૂલોના ગજરા વેંચતો હતો. તેની માતા રસ્તાના કિનારે ફૂલની ટોકરી લગાવીને બેસતા હતા અને દિવસભર ગજરા બનાવતા હતા. સાંજે જ્યારે તે થાકીને ઘરે પહોંચતો ત્યારે શિવાને વાંચવાની તક મળતી હતી.
શિવામાં લગન હતી અને તે ભણતો ગયો અને આગળ જતા બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોડજીમાં તેને બીટેકમાં એડમિશન મળી ગયું. તેમ છતાં પણ તેણે અખબાર વેંચવાનું બંધ નથી કર્યું. શિવાએ જણાવ્યા પ્રમાણે ક્લાસમાં તે બધાની પાછળ બેસતો હતો, જેથી પહેલા-બીજા પિરિયડમાં તે ઉંધી શકે અને બાકીના પરિયડમાં તે ધ્યાનથી ભણી શકે.
એક સમયે તે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની 50 કોપી વેચતો હતો આજે 500થી વધારે કોપી વેચનાર શિવાની આ સફળતા તેને કમિટમેન્ટ અને ટાઇમ મેનેજમેન્ટના કારણે મળી. કમિટમેન્ટ એ કે કઇપણ થાય સવારે છ વાગ્યા પહેલા તે તમારા ઘરે સમાચાર પત્ર પહોંચાડી દે છે. ટાઇમ મેનેજમેન્ટ એટલા માટે કે તે સવારના 4થી લઇને રાતના 12 વાગ્યા સુધી વાંચવુ અને કામ બન્ને કરવું દરેકના વશની વાત નથી.
આઇઆઇએમ કોલકતામાં પસંદગી પામ્યા બાદ શિવાએ શિક્ષા લોન માટે એપ્લાય કર્યું છે. શિવાની ઇચ્છા છે કે આગળ જતા તે એક એવી સંસ્થા બનાવે, જે ગરીબ હોશિયાર બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે. વધુ એક ખાસ વાત શિવાએ જણાવી કે, નાનપણથી જ સમાચારપત્ર વેંચવા જવુ પડતું હતું અને સમાચારપત્રમાં વર્ષમાં ત્રણ કે ચાર દિવસ જ રજા રહેતી હોવાથી તેણે આખું બેંગ્લોર પણ હજુ જોયું નથી. એટલું જ નહીં પરંતુ તે ક્યારેય બેંગ્લોરની બહાર પણ ગયો નથી. હવે આ શિવા સીધો કોલકતામા આઇઆઇએમના કેમ્પસમાં ડગ મુકશે.
દેશના આ હોશિયાર છાત્ર શિવા અને તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવનારા કૃષ્ણ વ્યાસને વનઇન્ડિયાનો સલામ.(તસવીર સૌજન્યઃ- ટાઇમ્સ ઓફ ઇન્ડિયા)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
