પંજાબમાં સ્ટુડન્ટ્સ માટે નવુ પોર્ટલ લૉન્ચ, હવે આ રીતે ડિજિટલ મોડમાં ભરી શકશો પોતાની ફી
વિદ્યાર્થીઓને ઑનલાઈન સુવિધા પૂરી પાડવા માટે સરકારે પંજાબ, પંજાબી અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી કોલેજોમાં પ્રવેશ માટે કેન્દ્રિય પ્રવેશ પોર્ટલ શરૂ કર્યુ છે.
ચંદીગઢઃ વિદ્યાર્થીઓને ઑનલાઈન સુવિધા પૂરી પાડવા માટે સરકારે પંજાબ, પંજાબી અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી કોલેજોમાં પ્રવેશ માટે કેન્દ્રિય પ્રવેશ પોર્ટલ શરૂ કર્યુ છે. આ પોર્ટલ મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે ઉચ્ચ શિક્ષણમંત્રી ગુરમીત સિંહ મીત હરે દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

પોર્ટલ લોન્ચ કર્યા પછી શિક્ષણમંત્રી ગુરમીત હરેએ જણાવ્યુ હતુ કે એડમિશન પોર્ટલ ડિપાર્ટમેન્ટ ઑફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગના સહયોગથી વિકસાવવામાં આવ્યુ છે. ડિપાર્ટમેન્ટ ઑફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સે પોર્ટગોવ ઈન્ડિયા (પેમેન્ટ ગેટવે પાર્ટનર) સાથે ડિજિટલ મોડ દ્વારા વિદ્યાર્થી પાસેથી ફીની ચુકવણી માટે ભાગીદારી કરી છે. કૉમન એડમિશન પ્લેટફોર્મ ઉમેદવારો માટે પ્રવેશ પ્રક્રિયા માટે કેન્દ્રીય હબ તરીકે કામ કરશે અને વિદ્યાર્થીઓએ વિવિધ કૉલેજો અને અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે માત્ર એક જ અરજી ફોર્મ ભરવાનુ રહેશે. એક સારી વાત એ છે કે વિદ્યાર્થીઓની ફીનુ પેમેન્ટ પણ ઑનલાઈન કરવામાં આવશે. આનાથી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં પણ સંપૂર્ણ પારદર્શિતા આવશે અને વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન જોઈ શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
