Motor Vehicle Rules: આજથી બદલાયા ટ્રાફિક નિયમો, ઘરેથી નીકળતા પહેલા જાણી લો
1 ઓક્ટોબર એટલે કે આજથી ટ્રાફિકના નિયમો બદલાઈ ગયા છે માટે ઘરેથી નીકળતા પહેલા તમારે આ નિયમો જરૂરથી જાણી લેવા જોઈએ.
નવી દિલ્લીઃ 1 ઓક્ટોબર એટલે કે આજથી ટ્રાફિકના નિયમો બદલાઈ ગયા છે માટે ઘરેથી નીકળતા પહેલા તમારે આ નિયમો જરૂરથી જાણી લેવા જોઈએ. વાસ્તવમાં યુનિયન મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ આજથી સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ 1989માં અમુક સંશોધન કર્યુ છે જે હેઠળ હવે તમને ટ્રાફિક પોલિસ હેરાન નહિ કરે.

ચાલો વિસ્તારથી જાણીએ કે શું છે નવા નિયમ
- ડ્રાઈવિંગ કરતી વખતે સાથે RC અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટની હાર્ડ કૉપીની જરૂર નથી.
- ગાડીના ડોક્યુમેન્ટ્સની માત્ર વેલિડ સૉફ્ટ કૉપી લઈને આરામથી રસ્તા પર ડ્રાઈવિંગ કરી શકો છો.
- આજથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ-મેમો સહિત વાહન સાથે જોડાયલ તમામ દસ્તાવેજનુ મેઈટેનન્સ એક આઈટી પોર્ટલના માધ્યમથી કરવામાં આવી રહ્યુ છે.
- જો કોઈ વાહનના કોઈ ડોક્યુમેન્ટ ઓછા કે અધૂરા લાગે તો તેના રજિસ્ટ્રેશનના નંબર દ્વારા દસ્તાવેજોનુ ઈ-વેરિફિકેશન થશે અને ઈ-મેમો મોકલી દેવામાં આવશે.
- વાહન માલિકોએ પોતાના ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક ફૉર્મમાં મેઈનટેઈન કરવા જરૂરી રહેશે.
- જો કોઈ વાહન સંબંધી ડોક્યુમેન્ટસને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાઈ કરી દેવામાં આવે તો પોલિસ અધિકારી આની ફિઝિકલ કૉપી નહિ માંગી શકે.

આ છે વાહન વ્યવહારના નિયમ
- વાહનના પાર્કિંગનુ ધ્યાન રાખવુ. રસ્તા પર ડ્રાઈવ કરતી વખતે ઓવરટેક ન કરવુ.
- ખૂબ વધુ અને સતત હૉર્નનો ઉપયોગ ન કરવો.
- જ્યારે તમે એક તરફ રોડમાં હોય તો તેને ફૉલો કરો અને તેને તોડો નહિ.
- જો તમે કોઈ લેનમાં હોય તો તેને ફૉલો કરો. કોઈ અનુદેશ વિના લેનને તોડો નહિ.
- જ્યારે પણ તમે યુ-ટર્ન લો ત્યારે આગળ પાછળના ટ્રાફિકને જોઈ લો તથા બધાની સુવિધાઓને જોઈને યુ-ટર્ન લો અને જો તમારા હાથ સિગ્નલનો ઉપયોગ કરતા હોય તો તમારી પાછળ ચાલી રહેલ વ્યક્તિ માટે સુવિધા થાય છે.
- વાહનવ્યવહારના સંકેત અને નીતિનુ પાલન કરવુ જરૂરી છે. ગતિ પ્રતિબંધના નિયમો પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે.

ખાસ વાતો
માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય માર્ગ પરિવહન સાથે સંબંધિત કાયદા, રાષ્ટ્રીય રાજમાર્ગો અને પરિવહન અનુસંધાનના નિર્માણનુ ધ્યાન રાખે છે. માર્ગ પરિવહન દેશના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પાયાગત ઢાંચો છે માટે આ ક્ષેત્રનો વિકાસ ભારત માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આના કાર્યાલય આ શહેરોમાં છે. બેંગલોર, મુંબઈ, કોલકત્તા, ચંદીગઢ, જયપુર, પટના, ગુવાહાટી, હૈદરાબાદ, ગાંધીનગર, ભુવનેશ્વર, ભોપાલ, તિરુઅનંતપુરમ, શિલૉંગ.
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
