દહેજની દુનિયાના 10 દર્દનાક સત્યો જે કોઇ સાંભળવા માંગતું નથી
નવી દિલ્હી, 8 જૂન: દહેજ કાયદાની શરૂઆત જે લક્ષ્ય માટે કરવામાં આવી હતી, દુર્ભાગ્યથી તે પૂરો તો ન થયો પરંતુ ખોટા માર્ગે જરૂર ચાલ્યો ગયો. આને ફરીથી કોર્ટે સંશોધન કર્યું અને હવે 'નારીવાદ'ની નવી લડાઇ ચાલી પડી છે.
ક્રાઇમના આંકડાનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે 2012માં કલમ 498-ક હેઠળ ગુના માટે 1 લાખ 97 હજાર 762 વ્યક્તિ ધરપકડ કરવામાં આવી અને આ જોગવાઇ હેઠળ ધરપકડ વ્યક્તિઓમાં લગભગ એક ચર્તુંથાંશ પતિઓને માતા અને બહેન જેવી મહિલાઓ હતી જેમને ધરપકડના ચક્કરમાં અકારણે ફસાવવું પડ્યું.
આવો જાણીએ-સમજીએ તપાસીએ અને પારખીએ કે કેમ આવી નોબત.

આવી રીતે થઇ શરૂઆત
1961માં આ પ્રથાને રોકવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું. 1985માં દહેજ પ્રતિબંધ નિયમોને હાલની પરિસ્થિતીઓ મુજબ ફરીથી તૈયાર કરવા કરવામાં આવ્યો. સમાચાર પત્ર 'મિંટ'ના અનુસાર સત્યારાની ચઢ્ઢા કેસમાં જ્યારે તેમણે દહેજ જેવી કુપ્રથા વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકાર જાગી તથા નિયમ બનાવવાની વાત બની.

કહે છે કાયદો
દહેજ નિવારણ કાયદો 1961 દહેજ માંગવા, આપવા કે સ્વિકારવા પર લગામ કસે છે. દહેજની વ્યાખ્યામાં તેને એવી કોઇપણ ગિફ્ટ બતાવવામાં આવી છે જેની માંગ કરવામાં આવે અથવા જેની શરત પર લગન કરવામાં આવતા હોય.

ફેલાતી રહી દહેજ ઉધઇ
1997ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દહેજના લીધે દર વર્ષે કમ સે કમ 5,000 મહિલાઓના મોત નિપજે છે. આ આંકડામાં સતત વધારો થયો તથા હવે કથિત રીતે સામે આવ્યું છે કે દર કલાકે એક દહેજ હત્યા થાય છે.

એનસીઆરબીનો રિપોર્ટ
દહેજ કાયદો 1983માં સંશોધન કરવામાં આવ્યું, પરંતુ સારા પરિણામ મળવાના હજુ બાકી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો અનુસાર ભારતમાં ગત વર્ષે દહેજ હત્યાના 8,083 કેસ પ્રકાશમાં આવ્યા.

થવા લાગ્યો દુરૂપયોગ
લગભગ 85 ટકાથી વધુ કેસ ખોટા બનાવવામાં આવ્યા અને તેના લીધે છોકરાના આખા પરિવારને મુશ્કેલી વેઠવી પડી. ગત વર્ષે 8 હજારથી વધુ વરિષ્ઠ નાગરિક દહેજ ઉત્પીડન કેસમાં ધરપકડ કરવામાં આવ્યા, જે જરૂરી ન હતા.

આ વખતનો નિર્ણય
તાજેતરમાં કોર્ટનું કહેવું છે કે પતિ અને તેના સંબંધીઓને પરેશાન કરવા માટે મહિલાઓ દ્વારા આ કાયદાનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. સાથે જ હવે પરિવર્તનના ત્રણ બિંદુ આપવામાં આવ્યા છે- ફક્ત ફરિયાદના આધારે ધરપકડ ના થાય, મેજિસ્ટ્રેટ પણ તપાસ કરે.

આપવામાં આવી ન્યાયિક દલીલ
દહેજ ઉત્પીડનના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સીકે પ્રસાદ અને પીસી ઘોષની બેંચે કહ્યું કે જો પોલીસ આરોપીની ધરપકડ કરી લે છે તો ધરપકડની અવધિ વધારતાં પહેલાં મેજિસ્ટ્રેટને એ વાતની તપાસ કરવી જોઇએ કે કલમ 41ના નિર્દેશોનું પાલન થઇ રહ્યું છે કે નહી.

ઝલકે છે દુરૂપયોગની તસવીર
અનુચ્છેદ 498 A હેઠળ 2012માં લગભગ 2 લાખ લોકોની ધરપકડ થઇ જો કે 2011ના મુકાબલે 9.4 ટકા વધુ છે. 2012માં જેટલી ધરપકડ થઇ તેમાંથી લગભગ એક ચર્તુંથાંશ મહિલાઓ હતી. ચાર્જશીટનો દર 93.6 ટકા છે જ્યારે સજાનો દર 15 ટકા છે જે ખૂબ ઓછો છે. તાજેતરમાં 3 લાખ 72 હજાર 706 કેસની સુનાવણી ચાલી રહી છે, લગભગ 3 લાખ 17 હજાર કેસમાં આરોપીઓની મુક્તિની સંભાવના છે.

દુર્દશા
ઉત્તર પ્રદેશની મહિલા વસ્તી લગભગ નવ કરોડ 88 લાખ છે અને બિહારમાં મહિલા વસ્તી ચાર કરોડ 85 લાખ છે. આંકડા અનુસાર બિહારમાં દહેજ હત્યાનો દર સૌથી વધુ 2.43 છે. જો આ આંકડા પર જઇએ તો આ નિર્ણય બધા માટે સહર્ષ સ્વીકાર કરવો મુશ્કેલ છે.

યૂપીમાં પણ આતંક ઓછો નથી
વર્ષ 2013માં આખા દેશમાં જેટલા કેસ દાખલ થયા તેમાં 28.89 ટકા એકલા ઉત્તર પ્રદેશથી હતા. દહેજ હત્યાનો દરના મુદ્દે રાષ્ટ્રીય સરેરાશ 1.36 છે જ્યારે ઉત્તર પ્રદેશમાં આ દર 2.36 છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
