પશુઓથી રેલવેને નુકસાન અટકાવવા નવી ડિઝાઈન મંજુર, છ મહિનામાં અમલ કરાશે!
છેલ્લા કેટલાક સમયથી રેલ્વે સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ સતત ઘટી રહી છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન પણ પશુઓ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના આગળના ભાગને મોટુ નુકસાન થયુ હતું. હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી રેલ્વે સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ સતત ઘટી રહી છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન પણ પશુઓ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના આગળના ભાગને મોટુ નુકસાન થયુ હતું. હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે.

આ મામલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનના પાટા પર પ્રાણીઓના અકસ્માતોને રોકવા બાઉન્ડ્રી વોલની નવી ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે. આ નવી બાઉન્ડ્રી વોલ આગામી 5-6 મહિનામાં લગાવવામાં આવશે. આનાથી મોટા પ્રાણીઓને ટ્રેક પર આવતા અટકાવવામાં મદદ મળશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં વંદે ભારત ટ્રેન સાથે પશુઓનું ટોળુ અથડાયુ હતું. મુંબઈથી ગાંધીનગર આવી રહેલી ટ્રેન સાથે તે આ અકસ્માત થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન સામે અચાનક ઘણા પશુંઓ આવી ગયા હતા. ટક્કર બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું.
આ એક ઘટના નથી, આ પહેલા 29 ઓક્ટોબરે વલસાડ નજીક એક પશુ વંદે ભારત ટ્રેનની ઝપેટમાં આવી ગયું હતું. જેના કારણે ટ્રેનને લાંબા સમય સુધી રોકવી પડી હતી. અહીં તમને જણાવી દઈએ કે, વંદે ભારત સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થયેલી ટ્રેન છે, અકસ્માત પછી તરત જ તેના આગળના ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વારંવાર થતા અકસ્માતને લઈને હવે રેલવે પણ સખત જોવા મળી રહી છે. હાલ રેલવેએ કેટલાક ગામોના સરપંચોને પત્રો લખ્યા છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ ગ્રામજનોને સમજાવે કે વંદે ભારત કોરિડોર પાસે ઢોર ન લઈ જાય. જો ભવિષ્યમાં ઢોરને કારણે કોઈ ઘટના બનશે તો તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
