શશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન
ચૂંટણી પંચે આ બંન્ને જૂથને ઝાટકો આપતાં કહ્યું કે, તેમને એઆઇડીએમકે નામ કે પાર્ટીનું ચિહ્ન આપવામાં નહીં આવે. તેઓ ઇચ્છે તો અલગ ચૂંટણી ચિહ્ન મેળવી શકે છે.
જયલલિતા ના નિધન બાદ એઆઇડીએમકે પાર્ટી અને તેની ચૂંટણી ચિહ્ન પર દાવો કરી રહેલાં શશિકલા અને ઓ.પન્નીરસેલ્વમ ને ચૂંટણી પંચે મોટો ઝાટકો આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, બેમાંથી કોઇ જૂથને આ પાર્ટીનું નામ કે ચૂંટણી ચિહ્ન આપવામાં નહીં આવે.

જયલલિતાની બેઠક આર.કે.નગર પર પેટા-ચૂંટણી યોજાનાર છે. આ માટે પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન માટે બંન્ને જૂથોએ પોતાનો દોવા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો હતો. આ બંન્ને જૂથોની રજૂઆત સંભાળ્યા બાદ બુધવારે મોડી રાતે ચૂંટણી પંચે આ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ નિર્ણય હેઠળ ચૂંટણી પંચે કહ્યું કે. આર.કે.નગર બેઠક માટે યોજાનાર પેટા-ચૂંટણી માટે શશિકલા અને પન્નીરસેલ્વમ બંન્નેના જૂથને અલગ-અલગ ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે. મફત ચૂંટણી ચિહ્નની યાદીમાંથી તેઓ કોઇ પણ ચિહ્ન પસંદ કરી શકે છે. સાથે જ ચૂંટણી પંચ દ્વારા તેમને 17 એપ્રિલ સુધીમાં જરૂરી દસ્તાવેજ અને એફિડેવિટ જમા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં ઓ.પન્નીરસેલ્વમે કહ્યું હતું કે, ચૂંટણી પંચના આ નિર્ણયથી અમે નિરાશ છીએ, પરંતુ અમે અમારું ચૂંટણી ચિહ્ન મેળવવા માટેની કાયદાકીય લડાઇ ચાલુ રાખીશું.
We will now take up the issue and I am confident that we will get the symbol back: TTV Dinakaran( Sasikala faction) on AIADMK symbol pic.twitter.com/wLaYiO9gP5
— ANI (@ANI_news) March 22, 2017
જ્યારે શશિકલા જૂથના નેતા દિનાકરણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, અમે હવે આ મુદ્દે આગળ કાર્યવાહી કરીશું અને મને વિશ્વાસ છે કે અમને અમારું ચિહ્ન પાછું મળશે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આગામી આર.કે.નગરની ચૂંટણી પર આની કોઇ અસર નહીં પડે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
