NEET Paper Leak : નીટ પેપર લીકના આરોપી રાકેશ રંજનને પોલીસે દબોચ્યો, પોલીસ રિમાન્ડમાં થઈ શકે છે ઘણા ખુલાસા
NEET Paper Leak : લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા નીટ પેપર લીક કેસમાં એક પછી એક નવા ખુલાશા થઈ રહ્યાં છે. હવે બિહાર નીટ પેપર લીકમાં આરોપી રાકેશ રંજનને ઝડપી પાડ્યો છે.
બિહારમાં પેપર લીક કેસના મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાકેશની પોલીસે પટનામાં અટકાયત કરી છે.

CBIએ NEET પેપર લીકના મુખ્ય આરોપી રોકીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સીબીઆઈને મળેલા 10 વર્ષના રિમાન્ડની પૂછપરછ દરમિયાન બિહાર પેપર લીક કેસ સાથે જોડાયેલા ઘણા મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
જણાવી દઈએ કે ગુરુવારે રોકીની ધરપકડ કર્યા બાદ CBIએ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને દસ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. આ દસ દિવસની પૂછપરછમાં કેન્દ્રીય તપાસ એજન્સી રોકીની સઘન પૂછપરછ કરશે.
સીબીઆઈની પૂછપરછ દરમિયાન અપેક્ષા છે કે બિહાર NEET પેપર લીક કેસ સાથે સંબંધિત અન્ય આરોપીઓ અને આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા લોકો વિશે માહિતી મળશે.
NEET પેપર લીક કેસમાં ઘણા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલો સામે આવ્યો ત્યારથી સીબીઆઈ તપાસ કરી રહી છે.
સીબીઆઈએ આ કેસના સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં ઘણા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી રોકી આજ સુધી પકડાયો નહોતો. આજે પોલીસે તેને પટનાથી ઝડપી પાડ્યો.
CBI હવે રોકી પાસેથી મળેલી માહિતીના આધારે આગળની કાર્યવાહી કરશે. એજન્સીનું માનવું છે કે આ કેસમાં વધુ લોકો સામેલ હોઈ શકે છે, જેમની ઓળખ કરવાની જરૂર છે.
રોકીની પૂછપરછની સાથે સીબીઆઈ અન્ય શકમંદોની પણ ધરપકડ કરવા જઈ રહી છે જેથી બિહારમાં પેપર લીક સાથે જોડાયેલા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
