NEET EXAM 2024: ફરીથી યોજાશે NEET-UG 2024 પરીક્ષા? સુપ્રિમ કોર્ટમાં આજે થશે સુનાવણી
NEET EXAM 2024: મેડિકલ એડમિશન સંબંધિત NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ) પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં NEET-UG 2024ને રદ કરવાની માંગ સાથે PIL દાખલ કરવામાં આવી છે.
અરજીમાં 5 મેના રોજ યોજાયેલી NEET માં ગેરવાજબી પ્રથાઓ અને છેતરપિંડીઓની તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવા અને પેપર લીકની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અરજી દાખલ કરી - વિદ્યાર્થીઓની મદદ અને લાભ માટે કામ કરતી સંસ્થાના બે સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, NEET પેપર લીકના સમાચારથી તેઓને આંચકો લાગ્યો છે. કારણ કે, ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ડૉક્ટર બનવાની તક ગુમાવી દીધી છે.
પિટિશનમાં જણાવાયું છે કે, અરજીકર્તાઓ પીડિત વિદ્યાર્થીઓને ન્યાય આપવાના ઉદ્દેશ્યથી જ હાલની અરજી દાખલ કરી રહ્યા છે, જેમણે તેમના સંબંધિત પરિવારના સભ્યોની મદદથી NEET, 2024 ની તૈયારીમાં પોતાનો બધો સમય, મહેનતથી કમાયેલા પૈસા અને શક્તિને સમર્પિત કરી હતી, પરંતુ તેમને સમાન તકો આપવામાં આવી ન હતી.

અરજદારે પરીક્ષામાં મેળવેલા માર્ક્સ પર પ્રશ્નો ઉઠાવ્યા - અરજી અનુસાર કેટલાક વિદ્યાર્થીઓએ 718 અને 719 માર્કસ મેળવ્યા છે, જે આંકડાકીય રીતે શક્ય નથી. પરીક્ષાનું સમગ્ર સંચાલન આડેધડ અને મનસ્વી રીતે અને વિદ્યાર્થીઓને પાછલા બારણે પ્રવેશ આપવાના દૂષિત ઈરાદા સાથે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 67 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 ગુણ મેળવ્યા છે, જેમાંથી આઠ વિદ્યાર્થીઓ એક જ પરીક્ષા કેન્દ્રના હતા, જે NTA દ્વારા લેવાયેલી પરીક્ષા અંગે ગંભીર શંકાઓ ઉભી કરે છે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે NEET-UG પરિણામની ઘોષણા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સમાન કેસમાં NTA અને અન્યને નોટિસ ફટકારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
