NEET Controversy : પેપર લીક કાયદો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ-કોંગ્રેસ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણને માફિયાઓને હવાલે કરવાની નીતિઓને કારણે દેશમાં સતત પેપર ફુટી રહ્યાં છે. હવે આ મુદ્દે વિપક્ષ હમલાવર છે
નરેન્દ્ર મોદી સરકાર પેપર લીકની ભુલ ઢાંકવા માટે પેપર લીક વિરોધી કાયદો લઈને આવી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ કાયદો અનેક કૌભાંડો બાદ લાગુ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, આ ડેમેજ કંડ્રોલનું પગલુ છે. કૉંગ્રેસે શનિવારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે કાયદો લાગુ કરવાના નિર્ણયની ટીકા કરી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, કાયદો પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 ઘણા કૌભાંડો પછી ઘડવામાં આવ્યો અને તેને ડેમેજ કંટ્રોલ માટે લાવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG અને UGC-NETમાં કથિત અનિયમિતતાઓને લઈને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ વિવાદ અને પેપર લીકના અહેવાલો વચ્ચે, કેન્દ્રએ શુક્રવારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) અધિનિયમ 2024 લાગુ કર્યો.
આ કાયદાનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવાનો છે અને અપરાધીઓને મહત્તમ 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
