NDA નેતાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવા દાવો રજુ કર્યો, આ તારીખે નવી સરકાર લઈ શકે છે શપથ
અટકળો વચ્ચે એનડીએએ રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો છે. એનડીએના નેતાઓ આજે રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા અને દાવો રજુ કર્યો છે.
એક પછી એક બેઠકો પછી NDA નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મુને મળવા જશે. તેમને PM તરીકે નોમિનેટ કર્યા પછી રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે શપથ ગ્રહણ સમારોહનો સમય અને સ્થળ નક્કી કરશે.
લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને 293 બેઠકો મળી છે, જે 272ના જાદુઈ બહુમતીના આંકડા કરતાં વધુ છે. જો કે, આ વખતે એનડીએનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકથી ઘણી દુર છે.
આ પહેલા શુક્રવારે એનડીએ સંસદીય દળોની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા બાદ મોદી આશીર્વાદ લેવા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા.
સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ ગઠબંધન સૌથી સફળ ગઠબંધન છે. તેમણે કહ્યું કે, આ સત્તા મેળવવા, સરકાર ચલાવવા અથવા અમુક પક્ષો માટે લોકોનો મેળાવડો નથી. આ નેશન ફર્સ્ટની મૂળ ભાવનામાં નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
