NDA ઉમેદવારના સગાનો મોબાઈલ EVM સાથે કનેક્ટ હોવાનો આરોપ, ફરિયાદ દાખલ
EVM ને લઈને સતત સવાલો ઉઠી રહ્યાં છે અને બીજેપી પર સતત ફ્રોડના આરોપ લાગી રહ્યાં છે ત્યારે હવે એનડીએ ઉમેદવારના સગાનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે કનેક્ટ હોવાનો ચૌકાવનારો દાવો વિપક્ષે કર્યો છે.
અહેવાલો અનુસાર. માત્ર 48 વોટથી લોકસભા ચૂંટણી જીતનાર રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો.

4 જૂને મતગણતરીના દિવસે મંગેશ પાંડિલકર મોબાઈલ ફોન લઈને મતગણતરી કેન્દ્રમાં ગયો હતો. આ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. હવે પોલીસ તપાસને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે મંગેશ પાંડિલકરનો ફોન ઈવીએમ મશીન સાથે કનેક્ટ હતો.
પોલીસે જણાવ્યું કે, આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઈવીએમ મશીનને અનલોક કરવા માટે ઓટીપી જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો.
બિહારમાં લાલુ યાદવની પાર્ટી આરજેડી અને અન્ય અનેક વિપક્ષી પાર્ટીઓએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. પીએમ મોદી પર નિશાન સાધતા આરજેડીએ કહ્યું કે, મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો.
એનડીએના આ ઉમેદવાર માત્ર 48 વોટથી જીત્યા હતા. આખરે એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે કેવી રીતે અને કેમ જોડાયો? જ્યાં મત ગણતરી થઈ રહી હતી ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? જ્યારે મોદી વડાપ્રધાન છે ત્યારે આ શક્ય છે! અંધ ભક્ત ચૂંટણી પંચે જવાબ આપવો પડશે.
મતદાન કાર્યકર દિનેશ ગુરવની ફરિયાદ પર પંડિલકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હોવા છતાં એક અપક્ષ ઉમેદવારે તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોયો અને રિટર્નિંગ ઓફિસરને જાણ કરી.
આરઓએ વનરાઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી વનરાઈ પોલીસે ચૂંટણી પંચના મતદાન કાર્યકર દિનેશ ગુરવની સાથે મંગેશ પાંડિલકરને CTPC 41A હેઠળ નોટિસ મોકલી છે.
આ ઘટના કથિત રીતે નેસ્કો સેન્ટરની અંદર 4 જૂને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક માટે મત ગણતરી દરમિયાન બની હતી. રિપોર્ટ અનુસાર, પોલીસે મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને તેના ડેટા અને કોલ રેકોર્ડની ખાતરી કરવા માટે મોકલી આપ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કોઈ અન્ય કારણોસર થયો હતો કે કેમ?
રવિન્દ્ર વાયકરે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર અમોલ કીર્તિકરને માત્ર 48 મતોથી હરાવ્યાતા. અગાઉ કીર્તિકરને આ બેઠક પર એક મતથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ રિકાઉન્ટિંગમાં વાઈકર 48 મતથી જીત્યા. રવિન્દ્ર વાયકરને 4 લાખ 52 હજાર 644 વોટ મળ્યા છે. જ્યારે ઉદ્ધવ જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4 લાખ 52 હજાર 596 મત મળ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
