ઔરંગાબાદમાં નક્સલીઓએ CRPF જવાનના ઘરને બનાવ્યું ટાર્ગેટ
ઔરંગાબાદ, 1 ઓગષ્ટ: અત્યાર સુધી નક્સલીઓ દ્વારા મોટાભાગે સીઆરપીએફ અને તેની ટીમને ટાર્ગેટ બનાવવાના સમાચાર આવતા હતા પરંતુ હવે નક્સલીઓએ તેના જવાનોના ઘરોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દિધું છે જે નક્સલીઓના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર રહે છે.
તેનું એક ઉદાહરણ નક્સલીઓએ બુધવારે રાત્રે રજૂ કર્યું જ્યારે તેમણે અહીંયા સીઆરપીએફની કોબરા ટીમના એક જવાનના ઘરને આગ લગાવી દિધી. જો કે તેમના આ હુમલામાં કોઇને ઇજા પહોંચી નથી. સીઆરપીએફના જવાન વિનોદ કુમાર જ્યારે પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા, તે સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે.
આ હુમલાની સાથે જ નક્સલીઓ દ્વારા ધમકી આપવામાં આવી છે કે જો ઝારખંડ વિસ્તારમાં કામ કરનાર પોલીસે તેની સામે આત્મસમર્પણ ન કર્યું તો પછી તેમને આ પ્રકારના અંજામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
તસવીરોમાં જુઓ કેવી રીતે નક્સલીઓએ સીઆરપીએફના જવાન વિનોદ કુમારના ઘરને તબાહીના દ્રશ્યમાં બદલીને રાખી દિધું.

ઘર થયું બરબાદ
નક્સલીઓએ વિનોદ કુમારના ઘરને બ્લાસ્ટ વડે ઉડાવી દિધું. બ્લાસ્ટ બાદ તે ઘરની હાલ એવી થઇ ગઇ કે વિનોદ કુમાર અને તેમના પરિવારવાળા પણ પોતાના ઘરને ઓળખી શકતા ન હતા.

પોસ્ટર ચોંટાડીને આપી ધમકી
નક્સલી જતાં જતાં વિનોદ કુમારના ઘરે એક પોસ્ટર ચોંટાડતા ગયા. આ પોસ્ટરમાં તેમણે ધમકી આપી કે જો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરનાર પોલીસે આત્મ સમર્પણ ન કર્યું તો આવી કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે આપી જાણકારી
આ વિસ્તારની પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર નક્સલીઓ આ હુમલો રાત્રે લગભગ 11:30 વાગે કર્યો. ઘરમાં કોઇપણ ન હતું અને તેના લીધે આ હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના સમાચાર નથી.

અડધું પાકુ મકાન
સીઆરપીએફના જવાન વિનોદ કુમારનું આ ઘર અડધું પાકુ છે અને અડધું કાચું છે. લગભગ બે ડઝન નક્સલીઓએ વિનોદ કુમારના ઘર પર હુમલો કર્યો હતો.

નક્સલીઓનું કાવતરું
નક્સલીઓએ વિનોદ કુમારના ઘરની અંદર બોમ્બ પ્લાન્ટ કર્યો હતો અને પછી તેમાં બ્લાસ્ટ કર્યો.

નક્સલ સમસ્યાથી પ્રભાવિત ઔરંગાબાદ
ઔરંગાબાદ નક્સલ સમસ્યાથી ખરાબ રીતે પ્રભાવિત છે. નક્સલ સમસ્યાનો સામનો કરતા ઔરંગાબાદમાં સીઆરપીએફ દરેક મોરચા પર નક્સલીઓ સાથે ભીડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
