પીએમ મોદી પર સિદ્ધુએ ફરીથી આપ્યુ વિવાદિત નિવેદન, જાણો શું કહ્યુ?
નેતાઓની નિવદેનબાજીનો દોર ચાલુ છે. આ કડીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરીથી એક નિવેદન આપી દીધુ છે.
લોકસભા ચૂંટણી માટે બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. વળી, નેતાઓની નિવદેનબાજીનો દોર પણ ચાલુ છે. આ કડીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરીથી એક નિવેદન આપી દીધુ છે. સિદ્ધુએ કહ્યુ કે 'મોદીની ફિલ્મ આવી રહી છે ફેંકુ નંબર વન, જૂઠ્ઠો નંબર વન'. તે આટલેથી ન રોકાયા તેમણે કહ્યુ કે મચ્છરને કપડા પહેરાવવા, હાથીને ખોળામાં ઝૂલાવવા અને મોદી પાસે સત્ય બોલાવવુ અસંભવ છે.

આખા દેશમાં હાહાકાર કાહે તુ ચોકીદાર
નવજોત સિંહ સિદ્ધુએ મુરાદાબાદમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી પર હુમલો કરીને કહ્યુ કે - મોદી પર એક ફિલ્મ આવી રહી છે ‘ફેંકુ નંબર વન, જુઠ્ઠો નંબર વન'. તેમણે કહ્યુ કે મચ્છરને કપડા પહેરાવવા, હાથીને ખોળામાં ઝૂલાવવો અને મોદી પાસે સત્ય બોલાવવુ અસંભવ છે. આ ઉપરાંત સિદ્ધુએ કહ્યુ કે - ‘કાહે તુ ચોકીદાર હે પૂરે દેશમે હાહાકાર હે.'

વાત કરોડોની, દુકાન પકોડાની, સંગત ભગોડાની'
સિદ્ધુ આટલેથી ના રોકાયા તેમણે મોદી પર કટાક્ષ કરતા કહ્યુ - ‘વાત કરોડોની, દુકાન પકોડાની, સંગત ભગોડાની'. બીજા એક વન લાઈનરથી પીએમ પર હુમલો કરતા સિદ્ધુએ કહ્યુ - ‘પૂરે બ્રહ્માંડમે શોર હે ચોકીદાર ચોર હે'. આ પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફોન દ્વારા જનતાને સંબોધિત કરી.

મોદી, યોગી અને ભાજપને બાઉન્ડ્રીથી બહાર કરો
આ સાથે સિદ્ધુએ કહ્યુ - એવો છક્કો મારો કે મોદી, યોગી અને ભાજપને બાઉન્ડ્રીમાંથી બહાર કરો. સિદ્ધુએ ત્યાં આવેલા લોકોને પૂછ્યુ - શું ગંગાની સફાઈ કરવામાં આવી, શું 15 લાખ આવી ગયા છે, જ્યારે નીરવ મોદી ભાગ્યો તો ખુરશી પર કયો ચોકીદાર બેઠો હતો. સતત વન લાઈનર હુમલા કરી રહેલા સિદ્ધુએ કહ્યુ - રોજગાર ખતમ, વેપાર ખતમ, અબકી બાર મોદી બસ કર યાર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
