પંજાબઃ જેલની રોટલીથી સિદ્ધુને છે એલર્જી, તપાસ માટે લઈ ગયા હોસ્પિટલ
સોમવારે સવારે સિદ્ધુને પટિયાલાની રાજિન્દ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ રોડ રેજ કેસમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા થઈ છે. જેના કારણે તે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. જ્યાંથી સોમવારે સવારે તેમને પટિયાલાની રાજિન્દ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ત્યાં ડૉક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે. જો સિદ્ધુ કોઈ બિમારીથી ગ્રસિત મળ્યા તો તેમને એ હિસાબે જેલમાં જમવાનુ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ સિદ્ધુએ જેલનું ભોજન ખાવાની ના પાડી દીધી હતી.

તેમનો દાવો છે કે તેમને ઘઉંમાંથી બનેલી વસ્તુઓથી એલર્જી છે. આ કારણે તે જેલની દાળ અને રોટલી નથી ખાતા. અત્યારે તે માત્ર સલાડ જ ખાય છે. નિયમો હેઠળ જેલ પ્રશાસન તેમને તબીબી સલાહ વિના બીજુ ભોજન આપી શકે નહિ. જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સિદ્ધુની સમસ્યાના ઉકેલ માટે જેલ પ્રશાસને મેડિકલ બોર્ડની પણ રચના કરી છે. જો બોર્ડને સિદ્ધુના દાવા સાચા લાગશે તો તેમને બીજુ ભોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તેમજ તપાસ બાદ તેમનો ડાયટ પ્લાન પણ નક્કી કરવામાં આવશે.
મીડિયા સલાહકારે કરી આ વાત
સિદ્ધુના મીડિયા સલાહકાર સુરિન્દર દલ્લાના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા એમ્બોલિઝમ જેવી તબીબી સ્થિતિથી પીડિત છે અને તેમને લીવરની બીમારી પણ છે. ડીપ વેઈન થ્રોમ્બોસિસની સ્થિતિને કારણે સિદ્ધુએ પગમાં પ્લાસ્ટિકની મોટી બેન્ડ પહેરવી પડે છે જેથી ગાંઠ ન બને. દલ્લાએ કહ્યું કે સિદ્ધુને દરરોજ દવાઓ લેવાની જરૂર છે. ડૉક્ટરોએ પણ તેમને ઘઉંના લોટના આહારથી દૂર રહેવાની સલાહ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
