VIDEO: પેરાશૂટમાં ફસાઈ જતા સમુદ્રમાં પડ્યા નૌસેનાના અધિકારી, કેવી રીતે બચી જાન?
ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન રિહર્સલ દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રામા ક્રિષ્ના બ્રિચ ખાતે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો હતો. જોકે અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે નૌકાદળના અધિકારીઓ સાથે પ્લેનમાં લેન્ડિંગ વખતે સમુદ્રમાં આ દુર્ઘટના કેવી રીતે થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે એક અધિકારી રાષ્ટ્રધ્વજ સાથે નીચે ઉતરી રહ્યો છે અને બીજા અધિકારીનું પેરાશૂટ ફસાઈ ગયું છે. બંને અધિકારીઓ ઝડપથી ઊંચાઈ ગુમાવી દેતા ઉતરતા કાબુમાં ન રહી શક્યા અને કાંઠા ઉપર પાણીમાં પડી ગયા.
સમગ્ર દુર્ઘટનાનો વીડિયો થયો વાયરલ
The Indian Navy MARCOS are fine. They did not collide; instead, the parachutes had become entangled. The rescue boats were nearby and reached the location where they had fallen.#Vizag pic.twitter.com/SRoKqJplhV
— Akash Sharma (@kaidensharmaa) January 3, 2025
નૌકાદળની એક બોટ સ્થળ નજીક હાજર હતી જ્યાં બંને અધિકારીઓ પડ્યા હતા અને તેમને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. રિહર્સલ જોવા માટે બીચ પર ઘણા લોકો હાજર હતા. ટ્વિટર પર શેર કરાયેલ એક વીડિયો પોસ્ટમાં લખ્યું છે કે, "ભારતીય નૌકાદળના માર્કોસ ઠીક છે. તેમના પેરાશૂટ ફસાઈ ગયા હતા પરંતુ એકબીજા સાથે ટકરાયા ન હતા. બચાવ બોટ નજીકમાં હતી અને તે જ્યાં પડી હતી તે સ્થળે પહોંચી ગઈ હતી."
નૌકાદળની અત્યાધુનિક ક્ષમતાનું પ્રદર્શન
નેવલ ઈસ્ટર્ન કમાન્ડનું મુખ્ય ઓપરેશનલ પ્રદર્શન શનિવારે થશે. ઓપરેશનલ ડેમોસ્ટ્રેશન યુદ્ધ જહાજો, સબમરીન, એરક્રાફ્ટ, નેવલ બેન્ડ્સ અને મરીન કમાન્ડો (MARCOS) દ્વારા પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓની આકર્ષક અને સરસ રીતે કોરિયોગ્રાફેડ શ્રેણી દ્વારા ભારતીય નૌકાદળની અત્યાધુનિક ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
