National News : શિમલામાં ગેસ લીક બ્લાસ્ટને કારણે એકનું મોત, 13 લોકો ઘાયલ
National News : શિમલાના હાર્દમાં મોલ રોડ પર એક ખાણીપીણીની જગ્યામાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 10 ઘાયલ થયા હતા. મંગળવારની સાંજે બનેલી આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, વિસ્ફોટ પાછળનું કારણ દેખીતી રીતે ગેસ લીક હતું.
ગેસ લીક વિસ્ફોટ શહેરના મધ્યમાં મોલ રોડ પર ફાયર બ્રિગેડ ઓફિસની બાજુમાં આવેલા મિડલ બજારમાં સ્થિત હિમાચલી ભોજન પીરસવા માટે જાણીતી હિમાચલી રસોઈ રેસ્ટોરન્ટમાં થયો હતો.

બુધવારના રોજ વિસ્ફોટ સ્થળની મુલાકાત લેનાર પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય કુંડૂએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ અને ફોરેન્સિક પરીક્ષાએ ધ્યાન દોર્યું છે કે, ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો, પરંતુ અંતિમ અહેવાલ પ્રાપ્ત થાય, ત્યાં સુધી અમે હજૂ પણ તમામ ખૂણાઓની તપાસ કરી રહ્યા છીએ. શિમલા એક પર્યટન સ્થળ છે અને આવી ઘટનાઓને હળવાશથી ન લઈ શકાય.
પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય કુંડૂએ જણાવ્યું હતું કે, શિમલાના પોલીસ અધિક્ષકને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની સહાયથી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવા જણાવ્યું હતું.
પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય કુંડૂએ જણાવ્યું હતું કે, અહીં ગેસ, ઈલેક્ટ્રીક સપ્લાય, કોમ્પ્રેસર અથવા ફ્રિજની સગવડો ધરાવતી ઘણી બધી ખાણીપીણી અને હોટલ છે અને અમે સંબંધિત અધિકારીઓને આ સ્થળોએ સલામતીનાં પગલાં તપાસવા માટે કહીશું.
શિમલાના એસપી સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે, એક ઘાયલ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, બે સિલિન્ડરોમાંથી મોટા પ્રમાણમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લીક થયો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
ઘાયલોની સંખ્યા 13 હતી અને તેમાંથી આઠને ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલ (IGMCH) શિમલામાંથી રજા આપવામાં આવી છે, જ્યારે એકની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, વિસ્ફોટની 20 મિનિટ પહેલા સ્થાનિકોએ ગેસ લીક થવાની ફરિયાદ કરી હતી.
વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે, આજુબાજુની અનેક દુકાનો અને મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા અને અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.
આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે તે હિમાચલી રસોઈ પાસેથી પસાર થઇ રહ્યો હતો. વિસ્ફોટ સ્થળથી થોડે દૂર સ્થિત પ્લાઝા હોટલના માલિક અવનીશ તરીકે ઓળખાતા મૃતક મંદિરમાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટના કારણની તપાસ માટે ફોરેન્સિક ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ભાજપના પ્રવક્તા કરણ નંદાએ આ ઘટનાની તપાસ અને દુકાનદારોને પૂરતું વળતર આપવાની માંગ કરી છે, જેમની દુકાનોને નુકસાન થયું છે.
STORY: Gas leak suspected to be cause of blast in Shimla hotel, says DGP
— Press Trust of India (@PTI_News) July 19, 2023
READ: https://t.co/fXTzQRe55c
VIDEO | CCTV visuals of the blast that took place at a restaurant in Shimla's Mall Road area on Tuesday evening.
A person was killed, and 13 others were injured in the… pic.twitter.com/sg18qA4nAe
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
