મહેબુબા મુફ્તીના રાજીનામાં પછી રાજ્યપાલને મળવા પહોંચ્યા ઉમર અબ્દુલ્લા
મંગળવારે જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં જોરદાર બદલાવ આવ્યો છે. મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું છે.
મંગળવારે જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં જોરદાર બદલાવ આવ્યો છે. મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું છે. ભાજપ ઘ્વારા સમર્થન પાછું ખેંચી લીધા પછી મહેબુબા મુફ્તીએ સીએમ પદથી રાજીનામુ આપી દીધું છે. આ દરમિયાન નેશનલ કોન્ફ્રન્સ ઘ્વારા પણ પાર્ટીની બેઠક કરવામાં આવી. બેઠક પછી પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ નરેન્દ્ર નાથ વોહરાને મળવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન ઉમર અબ્દુલ્લા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે જે થવાનું હતું, તે જ થયું છે.

જમ્મુ કાશ્મીર સરકારમાંથી ભાજપ હટી ગયા પછી સીએમ મહેબુબા મુફ્તી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ નરેન્દ્ર નાથ વોહરાને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. ભાજપ ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી મુફ્તી સરકાર બહુમતથી દૂર થઇ ગયી. ત્યારપછી જમ્મુ કાશ્મીર સીએમ મહેબુબા મુફ્તીએ રાજીનામુ આપી દીધું. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપી છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક સાથે સરકારમાં હતા. મંગળવારે બપોરે ભાજપ ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને જમ્મુ કાશ્મીર સરકારથી હટવા અંગે માહિતી આપી.
બીજેપી ઘ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પીડીપી સાથે ગઠબંધન હવે તેમના માટે શક્ય નથી. સીએમ મહેબુબા મુફ્તીના આગ્રહ પર રમઝાન દરમિયાન કેન્દ્ર સરકારે સીઝફાયરની ઘોષણા કરી હતી. રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ વર્ષ પહેલા સરકાર બનાવી હતી ત્યારે જનતાનો જનાદેશ વિખંડિત હતો. જમ્મુ કાશ્મીરમાં ભાજપને પૂર્ણરૂપે સમર્થન મળ્યું જયારે પીડીપી બહુમત મેળવી ગયું. એક કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ અમારી સરકાર ચાલી.
તેમને આગળ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મકસદ હતો કે શાંતિ બની રહે અને અહીં સારો એવો વિકાસ થાય. પરંતુ આજે સ્થિતિ ખુબ જ અલગ બની છે. કાશ્મીરમાં કટ્ટરવાદ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દરેક સંભવ મદદ કરી છે. કેન્દ્ર સરકાર ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારને 80,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ આપવામાં આવ્યું છે.
રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહેબુબા મુફ્તી સરકાર કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સંભાળી શક્યા નહીં. સરકાર સતત નિષ્ફળ રહી. સરકારે કામ કર્યું નહીં. આવી પરિસ્થિતિમાં ત્રણ વર્ષ સરકાર ચલાવ્યા પછી આખરે ભાજપે અલગ થવાનો નિર્ણય કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
