...મોદીજી, નવાઝ શરીફને એ 26 મે પણ યાદ અપાવજો...
અમદાવાદ, 26 મે : નરેન્દ્ર મોદીએ 26 મે, 2014ના રોજ ભારતના નવા વડેપ્રધાન તરીકે શપથ લીધા છે. આ શપથ સમારોહમાં શુભેચ્છા પાઠવવા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ ભારત પહોંચી ગયા છે. કારગીલ યુદ્ધ બાદ આ પ્રથમ અવસર છે કે નવાઝ શરીફ ભારત આવ્યા છે.
આવી સ્થિતિમાં તેમની ભારતની મુલાકાત સ્વયંમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મુલાકાત અને આજનો દિવસ પણ 26 તારીખના ઇતિહાસમાં મહત્વના બની ગયા છે.
આવી સ્થિતિમાં આપણે આપણા નવા વડાપ્રધાન પાસે એક અપેક્ષા ચોક્કસ રાખીએ છીએ કે આવતી કાલે એટલે કે 27 મેના રોજ નરેન્દ્ર મોદી જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે બેઠક યોજે ત્યારે તેમને એ 26 મેની યાદ ચોક્કસ અપાવે જ્યારે વર્ષ 1999માં કારગીલ યુદ્ધની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.

ભારત પાકિસ્તાનના સંબંધોમાં 26 તારીખ પીડાકારક
આમ તો ભારત પાકિસ્તાનના સંબંધોમાં 26 તારીખનો સંબંધ ખૂબ ખાસ છે. 26 તારીખ એવી તારીખ છે જેણે વારંવાર ભારતને દુ:ખ આપ્યું છે. દરેક 26 તારીખે ભારત પર જે પ્રકોપ ઉતર્યો છે તે પાછળ પાકિસ્તાનનો હાથ રહ્યો છે. તેમાંથી ત્રણ 26 તારીખનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.

26 મે, 1999 : કારગીલ યુદ્ધમાં ઓપરેશન સફેદ સાગર શરૂ
15 વર્ષ પહેલા 26 મે, 1999ના રોજ ઇન્ડિયન એર ફોર્સ તરફથી કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાની મદદ માટે ઓપરેશન સફેદ સાગરનો આરંભ કરવામાં આવ્યો. આ સાથે જ બંને દેશો વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વિશ્વ સમક્ષ છતું થયું. આજે પણ નવાઝ શરીફ કારગીલ યુદ્ધ પર વાત કરતા ખચકાય છે.

26 જુલાઇ, 2008 : અમદાવાદમાં સીરિયલ બ્લાસ્ટ
26 જુલાઇ, 2008ના રોજ અમદાવાદમાં 70 મિનીટની અંદર 21 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 56 લોકોના મોત અને 200થી વધારે ઘવાયા હતા. તે પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હતો.

26 નવેમ્બર, 2008 : મુંબઇમાં આતંકવાદી હુમલો
આ એક એવી તવારીખ છે જે અંગે વર્ષ 2013માં નવાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ જવાબ આપ્યો ન હતો. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઇમાં આતંકવાદી હુમલો થયો જેમાં 150થી વધારે લોકોના મોત અને અનેક ઘાયલ થયા હતા.
2013માં જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા ત્યારે તેમને હાફિઝ શઇદ અંગે માહિતી માંગી ત્યારે શરીફે તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications